નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આજે કોર્ટમાં જશે ઝાકિયા ઝાફરી

ક્લોઝર રિપોર્ટ વિરૂદ્ધ સોમવારે ઝાકિયા ઝાફરી સુપ્રિમ કોર્ટના આદેશ પર અમદાવાદ મેટ્રોપોલિયન કોર્ટોમાં પોતાની વિરોધ અરજી દાખલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસઆઇટીના રિપોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને પવિત્ર અને નિર્દોષ ગણાવ્યા હતા.
ફેબ્રુઆરી 2013માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જીજે ગણત્રએ ઝાકિયા ઝાફરીને આઠ અઠવાડિયાની અંદર એસઆઇટીના કેસને બંધ કરવા સંબંધી રિપોર્ટ વિરોધ પોતાની અરજી દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. વિશેષ તપાસ દળ (એસઆઇટી)એ 8 ફેબ્રુઆરી 2012ના રોજ આ રિપોર્ટ દાખલ કર્યો હતો. એસઆઇટીએ નરેન્દ્ર મોદી અને અન્ય વિરૂદ્ધ રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે ફરિયાદ માટે તપાસ કરી હતી.












Click it and Unblock the Notifications
