વડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા
વારસિયા વિસ્તારમાં એક નિર્માણાધીન ઈણારત છે, આ ઈમારતમાંથી એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતા. હોસ્પિટલમાં પુછપરછમાં આખી ઘટના પરથી પરદો ઉઠ્યો હતો.
વડોદરાના વારસિયા વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વારસિયા વિસ્તારમાં એક યુવક અનેે એક સગીર સમલૈંવિક શારિરીક સંબધો બાંધવા જતા હોસ્પિટલ પહોંચી ગયા છે.

પુરી ઘટના એવી છે કે, વારસિયા વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત છે, આ ઈમારતમાંથી એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતા. હોસ્પિટલમાં પુછપરછમાં આખી ઘટના પરથી પરદો ઉઠ્યો હતો. યુવાનના જણાવ્યા અનુસાર, આ જ વિસ્તારનો એ યુવાન અને અન્ય એક સગીર વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. આ બન્ને શારિરીક સંબંધ બાંધવા માટે આ નિર્માણાધિન ઈમારતમાં ગયા હતા.
બન્ને ઈમારતમાં સંબધ બાંધી રહ્યા હતા તે દરમિયાન જ એક દિવાલ પડી હતી. આ દિવાલ પડતા બન્ને યુવાનો ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જો કે નીચે રેતી હોવાથી સામાન્ય ઈજા થઈ હતી. ઘટના બાદ બન્નેના પરિવારો વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા. જો કે સમાધાન ન થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યુ છે કે આ બન્ને વચ્ચે બે વર્ષથી શારિરીક સંબંધો હતા. પોલીસે ઈજાગ્રસ્ત યુવકના પરિવારની અરજી અને બીજો સગીર હોવાથી જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
