મુગલસરાય રેલવે સ્ટેશનથી 10 બીએસએફ જવાન લાપતા થયા
ઉત્તરપ્રદેશના મુગલસરાય માં 10 બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો લાપતા થઇ ચુક્યા છે. બુધવારે આ બધા જવાનો સ્પેશ્યલ આર્મી ટ્રેનથી જઈ રહ્યા હતા.
ઉત્તરપ્રદેશના મુગલસરાય માં 10 બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો લાપતા થઇ ચુક્યા છે. બુધવારે આ બધા જવાનો સ્પેશ્યલ આર્મી ટ્રેનથી જઈ રહ્યા હતા. આ ટ્રેન વર્ધમાન થી ધનબાદ તરફ જાય છે. આ મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર જવાનોના કમાન્ડર તરફ થી રેલવે પોલીસને નોંધાવવામાં આવી છે. આ બધા જ જવાનો પોતાના કમાન્ડરને જાણકારી આપ્યા વિના જ લાપતા થઇ ગયા છે. મુગલસરાય રેલવે સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું છે કે અમે આ મામલે એફઆઈઆર નોંધી લીધી છે અને બધા જ જવાનોની શોધ કરવામાં આવી રહી છે.

આ સ્પેશ્યલ ટ્રેન જમ્મુના સામ્બા સેક્ટરથી રવાના થઇ હતી, જેમાં પશ્ચિમ બંગાળમાં 83 જવાનો મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ જયારે ટ્રેન મુગલસરાય રેલવે સ્ટેશન પહોંચી ત્યારે 10 જવાન લાપતા થઇ ગયા. ત્યારપછી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
