For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન યેદિયુરપ્પાના ભાષણની મોટી વાતો

ફ્લોર ટેસ્ટ પહેલા કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ વિધાનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીની પ્રશંસા કરી. ત્યારબાદ યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રસ્વાવ રજૂ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ફ્લોર ટેસ્ટ પહેલા કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ વિધાનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીની પ્રશંસા કરી. ત્યારબાદ યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રસ્વાવ રજૂ કર્યો છે. યેદિયુરપ્પાએ કહ્યુ કે હું જનાદેશ બાદ સીએમ બન્યો હતો અને મને જે જવાબદારી આપવામાં આવી તે મે નિભાવી છે. અમે ચૂંટણીમાં 40 સીટોથી 104 પર પહોંચી ગયા છે. વળી, કોંગ્રેસ 122 થી ઘટીને 78 માં પહોંચી ગઈ છે. કોંગ્રેસે જનાદેશનું અપમાન કર્યુ છે.

yediyuruppa

સિદ્ધારમૈયા પર નિશાન સાધતા યેદિયુરપ્પાએ કહ્યું કે પ્રચાર દરમિયાન સિદ્ધારમૈયાએ કહ્યુ હતુ કે તે કુમારસ્વામીને સીએમ નહિ બનવા દે. તેમછતાં તે પોતે તેમને સીએમ બનાવી રહ્યા છે. સિદ્ધારમૈયાએ પોતાના પિતાના ખોટા સોગંદ ખાધા. યેદિયુરપ્પાએ કહ્યુ, 'ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ સામસામે લડ્યા અને હવે સત્તા માટે એક સાથે આવી ગયા છે.'

યેદિયુરપ્પાએ કહ્યુ કે, 'હું ચૂંટણી દરમિયાન આખા રાજ્યમાં ફર્યો, રાજ્યમાં ખેડૂતોની હાલત બહુ જ ખરાબ છે. અમે વિચાર્યુ હતુ કે ખેડૂતો માટે કામ કરીશું. હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના હિત માટે લડતો રહીશ. સિદ્ધારમૈયાએ કંઈ પણ કામ કર્યુ નથી. રાજ્યમાં પાણીની સપ્લાય, એમએસપી વગેરે પર આપણે ફોકસ કરવાની જરૂર છે. યેદિયુરપ્પાએ કહ્યુ કે, આજે મારી અગ્નિપરીક્ષા આપી રહ્યો છું.' ત્યારબાદ યેદિયુરપ્પાએ પોતાનું રાજીનામુ આપી દીધુ છે.

English summary
10 key point of bs yeddyurappa speech karnataka assembly during
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X