For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમને ડૉ. ઝાકીર નાઇકની આ 10 વાતો ખબર છે?

|
Google Oneindia Gujarati News

ડો.ઝાકીર નાઇક, મુંબઇના આ ડોક્ટરનું નામ પહેલાથી વિવાદોમાં રહેતું હતું પણ ઢાકાના કૈફેમાં થયેલા આતંકવાદી હુમલા પછી તેમનું નામ મોટા પ્રમાણમાં સમાચારોમાં આવ્યું છે. કારણ કે ઢાકા કૈફે પર હુમલામાં ભાગ લેનાર આતંકી રોહન ઇમ્તિઆઝે ફેસબુક પર હુમલા પહેલા તેમના ભાષણને ઉલ્લેખીને છેલ્લો મેસેજ કર્યો હતો.

જે બાદ તેમના પર આતંકી હુમલા માટે લોકોને ઉકસાવાનો આરોપ લાગ્યો છે. જે પર કેન્દ્રીય ગૃહપ્રધાન કિરણ રજ્જુએ પણ આજે નિવેદન આપ્યું છે કે ભારતની સરકાર નાઇકના ભાષણો પર નજર રાખી રહી છે. જો કે ઝાકિર નાઇકનું નામ આ રીતે બહાર આવ્યા બાદ તેમના અને દિગ્વિજય સિંહનો એક વીડિયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો શિવસેનાએ મુંબઇના નીવાસી તેવા ડોક્ટર પર પ્રતિબંધ લગાવાની માંગ સાથે તેનો વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

ત્યારે કોણ છે ઝાકિર નાઇક? કેવી રીતે એક MBBS ડોક્ટર, ધર્મગુરુ બન્યો અને કેવી રીતે તેને આટલી પ્રસિદ્ધ મળી તે વિષે જાણો નીચેના અમારા આ વિશેષ લેખમાં. સાથે જ જાણો ડૉ. ઝાકિર નાઇકના તેવા ભાષણો વિષે જેણે વિવાદ ઊભા કર્યા છે....

ડૉ. ઝાકીર નાઇક

ડૉ. ઝાકીર નાઇક

ડૉ. ઝાકીર નાઇક મુંબઇના જ નીવાસી છે. તેમણે બેચલર ઓફ મેડિસિન અને સર્જરી (MBBS)નો અભ્યાસ કર્યો છે. સારું એવું ભણતર પણ ધરાવે છે અને તર્કશાસ્ત્ર અને વાકશાસ્ત્ર બન્નેમાં સારી એવી પકડ પણ.

ઇસ્લામિક ધર્મગુરુ

ઇસ્લામિક ધર્મગુરુ

તેમણે મુંબઇમાં 1991માં ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જે ગરીબ મુસ્લિમ બાળકોને સ્કોરશીપ અને શિક્ષણ આપે છે. નાઇકના કહેવા મુજબ 2006માં તે સાઉથ આફ્રિકાના ઇસ્લામિક ધર્મગુરુ એહમદ દીદાત પ્રેરિત થયા અને તેમનો ધર્મ પ્રત્યે ઝુકાવ વધ્યો

નાઇકનો સાઉથ આફ્રિકા સાથે સંબંધ

નાઇકનો સાઉથ આફ્રિકા સાથે સંબંધ

સાઉથ આફિકાના ધર્મગુરુ એહમદ દીદાતે નાઇકને "દીદાત પ્લસ"નું ઉપનામ આપ્યું છે. અને નાઇકનું ધર્મગુરુ બનવા પાછળનું કારણ પણ એ છે કે તે યુવાન મુસ્લિમ યુવાનોને સમજવા માંગે છે કે તેમનો ધર્મ ઇસ્લામ આઉટડેટડ નથી.

ઉર્દૂ નહીં અંગ્રેજી

ઉર્દૂ નહીં અંગ્રેજી

જો કે ઝાકિર નાઇકના મોટા ભાગના ભાષણો અને ઉપદેશો ઉર્દૂ કે અરબીમાં નહીં પણ અંગ્રેજીમાં હોય છે. તે દુનિયાના અન્ય ધર્મના અનેક મોટા ધર્મગુરુઓ જોડે ધર્મ મામલે ચર્ચાઓ કરે છે. તેમના મતે ઇસ્લામ તમામ ધર્મોથી ઉપર છે. અને તેમની ચર્ચામાં પણ તે આ જ સાબિત કરતા રહે છે.

સીડી, ફોલોવર્સ, ડીવીડી

સીડી, ફોલોવર્સ, ડીવીડી

ઝાકીર નાઇકની અનેક સીડી અને ડીવીડી બજારમાં વેચાય છે. ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. તે જે પીસ ટીવીના માલિક છે તેની વ્યૂરઅરશીપ 100 મિલિયન છે તેવો આ ચેનલનો પોતાનો દાવો છે.

તેમના પર પ્રતિબંધ

તેમના પર પ્રતિબંધ

તેમના બ્રિટન અને કેનેડા જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારત સરકારે પણ 2012માં તેની ચેનલ પીસ ટીવી પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે તેમ છતાં કેટલાક કેબલ ચેનલ પર તેમની દુબઇની ચેનલનું ટેલીકાસ્ટ થાય છે.

9/11 હુમલો

9/11 હુમલો

ઝાકીર નાઇકનું કહેવું છે કે 9/11નો હુમલામાં બિન લાદેનનો કોઇ હાથ નથી. અને તેમણે લાદેનને ઇસ્લામના દુશ્મનોથી લડનાર કહ્યો હતો.

સલાફી વિચારધારા

સલાફી વિચારધારા

કેટલાક લોકો તેમને સલાફી વિચારધારાના પ્રતિનિધિ માને છે. તો કોઇ તેમને વહાબી વિચારધારા સાથે જોડાયેલા માને છે.

સૂટ બૂટ

સૂટ બૂટ

વળી અન્ય મુસ્લિમ નેતાઓની બિલકુલ અલગ તેવા ઝાકીર નાઇક હંમેશા સૂટ બૂટમાં દેખાય છે.

ઝાકીરનો વીડિયો

ઝાકીરનો વીડિયો

જો કે ઢાકા વિસ્ફોટ બાદ ઝાકીરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં જે આતંકી હુમલો થયો છે તેનો આંતકી તેમનાથી પ્રેરણા મેળવી છે તે જાણીને તે પોતે હેરાન છે તેવું તેમણે કહ્યું છે. તેમણે કહ્યું કે ઢાકા હુમલા માટે તેમના પર દોષ લગાવવો ખોટો છે. વધુમાં આ વીડિયોમાં તેમણે કહ્યું કે ઇસ્લામ ક્યારે પણ માસૂમ લોકોની હત્યાને વાત નથી કરતો.

English summary
10 Things About Zakir Naik that You Should Know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X