ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો
ભારતીય લશ્કરે ઉરી આતંકી હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે ડાયરેક્ટર જનરલ ઓફ મિલેટ્રી ઓપરેશન એટલે કે ડીજીએમઓ લેફ્ટિનેંટ જનરલ રણવીર સિંહે આ વાતની પુષ્ટિ આપી છે. ડીજીએમઓ એ મીડિયાને જણાવ્યું કે ભારતીય લશ્કરે એલઓસી પાર કરી પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પના આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
એટલું જ નહીં સર્જીકલ સ્ટ્રાઇક થયા પછી ભારતીય લશ્કરે પાકિસ્તાનને પણ આ અંગે જાણકારી આપી છે. ડીજીએમઓ જણાવ્યું છે કે સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને મોટા પ્રમાણમાં નુક્શાન થયું છે. ત્યારે આ સર્જીકલ સ્ટ્રાઇક વિષે 10 ખાસ રસપ્રદ વાતો વાંચો અહીં....

પાકનું રિએક્શન
પાકિસ્તાને આ સર્જીકલ સ્ટ્રાઇક પછી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. પાકના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન શાંતિ પસંદ કરે છે. અને ભારતના આ પ્રયાસથી તે નાખુશ છે.

મ્યાંનમાર જેવી જ સ્ટાઇલ
મ્યાંનમાર સ્ટાઇલમાં જ ભારતીય લશ્કરે આ સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. અને તેને પાકિસ્તાન આર્મીના બે જવાનોને પણ મોતને ઘાટ ઉતાર્યા છે.

ઇન્ડિયન આર્મી
ભારતીય લશ્કરના જવાનોએ બુધવાર રાતે એલઓસી પાર કરીને આ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે.

સ્પેશ્યલ કમાન્ડો
ભારતીય લશ્કરના સ્પેશ્યલ કમાન્ડોની ટીમે પુરતી બાતમીના આધારે આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા છે.

આતંકીઓના કેમ્પ
ડીજીએમઓ જણાવ્યું કે સીમા પાર મોટી સંખ્યામાં આતંકવાદી કેમ્પ છે. જ્યાંથી ભારતમાં આતંકવાદને ફેલવવા માટે આતંકીની ધૂસણખોરી અવારનવાર કરવામાં આવે છે.

મોટો હુમલો
નોંધનીય છે કે આ આતંકીઓ કાશ્મીર અને દેશ પર મોટા હુમલાની તૈયારીમાં હતા પણ ભારતીય લશ્કરે હવે તેના પ્લાનને ચોપટ કરી દીધો છે.

આતંકીઓ
સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન આતંકીઓ પાસેથી સેનાના જીપીએસ સેટ મળ્યા જેની પર પાકિસ્તાનનું માર્કિંગ હતું.

આતંકી
વધુમાં પકડાયેલા આતંકીઓએ કબલ્યું કે પાકના પીઓકેમાં તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે.

ભારતીય સેના
જો કે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતીય સેનાને કોઇ મોટું નુક્શાન નથી થયું. તેવું સેનાના ડીજીએમઓએ જણાવ્યું હતું.

ભારતીય સેના
જો કે ડીજીએમઓ એક વાત સ્પષ્ટ પણે કહી કે ભારત વારંવાર આવી સર્જીકલ સ્ટ્રાઇક કરવા નથી ઇચ્છતું. પણ પાકિસ્તાનને વારંવાર અપીલ કરવા છતાં તેના તરફથી કોઇ નક્કર પગલાં ન લેવાત તેમણે આ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો.
-
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર







Click it and Unblock the Notifications
