For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં 11 વર્ષની બાળકીનો હોસ્પિટલ સ્ટાફે રેપ કર્યો

રાજધાની દિલ્હીના એક હોસ્પિટલમાં 11 વર્ષની બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. આ ઘટના દિલ્હીના રોહની વિસ્તારમાં આવેલા ESI હોસ્પિટલની છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીના એક હોસ્પિટલમાં 11 વર્ષની બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. આ ઘટના દિલ્હીના રોહની વિસ્તારમાં આવેલા ESI હોસ્પિટલની છે. જ્યાં હાઉસ કીપિંગ સ્ટાફે એક 11 વર્ષની માસૂમને પોતાની હેવાનિયતનો શિકાર બનાવી. બાળકી સાથે થયેલા કથિત રેપની રિપોર્ટ કાટજૂ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

rape

ઈએસઆઈ હોસ્પિટલમાં બાળકી કોઈ બીમારીના ઉપચાર માટે દાખલ હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ આ મામલે જાંચ કરી રહી છે. તેની સાથે સાથે દિલ્હી પોલીસે આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (એસીપી) રમેશ દહિયા વિરુદ્ધ મહિલા સાથે રેપ, તેની દીકરી સાથે છેડછાડ અને તેના દીકરાનું અપહરણ કરવાનો મામલો નોંધી લીધો છે.

આ પણ વાંચો: દેહરાદૂન: બોર્ડિંગ સ્કૂલમાં વિધાર્થીની સાથે ગેંગરેપ, 9 લોકોની ધરપકડ

મહિલાની ફરિયાદ પછી દિલ્હી પોલીસ ઘ્વારા એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. નાબાલિક સાથે છેડછાડ કરવા પર એસીપી વિરુદ્ધ પોક્સો એક્ટમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. એફઆઈઆર પછી આખો મામલો ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે ગેંગરેપ

પીડિત મહિલાએ 18 સપ્ટેમ્બરે રમેશ દહિયા સામે ફરિયાદ નોંધાવી હતી. રમેશ દહિયા હાલમાં જ પ્રોમોટ થઈને એસીપી બન્યા છે. પીડીતાએ જણાવ્યું કે તે પોતાના ત્રણ બાળકો સાથે સદર બજાર વિસ્તારમાં રહે છે. તેનો આરોપ છે કે એસીપી લાંબા સમયથી તેનો રેપ કરી રહ્યો છે. તેને વિરોધ કર્યો તો ક્યારેક લગ્નમાં ફોસલાવી, તો ક્યારેક તેના દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી. જેને કારણે તે ચૂપ રહી.

English summary
11 year old Girl Raped by Housekeeping Staff at ESI Hospital in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X