For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનના ડાયમંડ પ્રિંસેસ ક્રૂજ પર ફસાયેલા 119 ભારતીયો દિલ્હી પહોંચ્યા

જાપાનના ડાયમંડ પ્રિંસેસ ક્રૂજ પર ફસાયેલા 119 ભારતીયો દિલ્હી પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જાપાનમાં પાછલા ઘણા દિવસોથી ડાયમંડ પ્રિંસેસ ક્રૂજમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈ એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ વિમાનમાં કુલ 119 ભારતીય નાગરિકો ઉપરાંત શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા, પેરૂના પણ પાંચ નાગરિકો છે. આ લોકો પાછલા ઘણા દિવસોથી ડાયમંડ પ્રિંસેસ ક્રૂજ પર હતા. જણાવી દઈએ કે કોરોના વાયરસને પગલે આ ક્રૂજને એકાંતમા ઘણા દિવસો સુધી ઉભું રાખી દેવામાં આવ્યું હતું. જેમાં સવાર ભારતીય નાગિરકોએ કેટલીયવાર મોદી સરકારને મદદ માટે પુકાર લગાવી હતી.

જાપાનનો આભાર માન્યો

જાપાનનો આભાર માન્યો

તમામ ભારતીયોની વાપસી પર ભારતે જાપાનનો આભાર માન્યો. તમામ ભારતીય નાગરિકોને દિલ્હી લાવવામાં જાપાનના પ્રસાસને જેવી રીતે મદદ ઉપલબ્ધ કરાવી તેનાથી ભારત સરકાર જાપાન સરકારનો આભાર માન્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી લખ્યું કે એર ઈન્ડિયાનું વિમાન ટોક્યોથી 119 ભારતીયો અને શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા, પેરુના પાંચ નાગરિકોને દિલ્હી લઈને આવી ચૂક્યું છે, આ લોકો ડાયમંડ પ્રિંસેસ ક્રૂજમાં કોરોના વાયરસને પગલે ઘણા દિવસોથી એકાંતમા હતા. અમે જાપાન પ્રશાસનનો આભાર માનીએ છીએ. સાથે જ એર ઈન્ડિયાનો પણ ફરી એકવાર આભાર માનીએ છીએ.

ક્રૂજ પર 138 ભારતીયો સવાર હતા

ક્રૂજ પર 138 ભારતીયો સવાર હતા

જણાવી દઈએ કે ડાયમંડ ક્રૂજ શિપ પર કુલ 3711 યાત્રી સવાર હતા, જેમાં કુલ 138 ભારતીય નાગરિકો પણ સામેલ હતા. જેમાંથી 132 લોકો ક્રીના સભ્ય હતા, જ્યારે 6 લોકો શિપ પર યાત્રી હતા. આ શિપને 5 ફેબ્રુઆરીએ જાપાનમાં એકાંમાં ઉભું કરી દેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે શિપ પર કોરોના વાયરસથી સંક્રમિત યાત્રી મળ્યો હતો, જે બાદ આ શિપને બંદરગાહથી અલગ ઉભું કરી દેવામાં આવ્યું હતું. શિપ પર કુલ 16 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા, આ લકો જાપાનમાં જ રહેશે અને ત્યાં જ તેમનો ઈલાજ કરવામાં આવશે જ્યારે બાકીના લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે.

37 દેશોમાં કોરોના વાયરસ ફેલાયો

37 દેશોમાં કોરોના વાયરસ ફેલાયો

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ચીન સહિત 37 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. સરકારી એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના વાયરસને પગલે 2600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ મહિને ભારતે કુલ 640 લોકોને ચીનના વુહાન શહેરથી બહાર કાઢવામાં સફળતા હાંસલ કરી છે.

દિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું દુનિયા જોઈ રહી છે, આવા કાયદાને પ્રોત્સાહન ના અપાયદિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું દુનિયા જોઈ રહી છે, આવા કાયદાને પ્રોત્સાહન ના અપાય

English summary
Coronavirus: 119 indian 5 foreigners stuck at Diamond Princess cruise ship landed India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X