For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં આતંકી અથડામણ, કર્નલ અને મેઝર સહિત 5 જવાન શહીદ, 2 આતંકી ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં આતંકી અથડામણ, કર્નલ અને મેઝર સહિત 5 જવાન શહીદ, 2 આતંકી ઠાર મરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં કાલ સાંજથી ભારે અથડામણ ચાલી રહી છે. નોર્થ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણમાં જવાનોએ બે વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. તાજા જાણકારી મુજબ સેનાના જવાનોએ અહીં બે વિદેશી આતંકીઓને ઠાર માર્યા છે. કાલથી ચાલી રહેલ આ અથડામણમાં સવાર સુધી ફાયરિંગ ચાલુ રહ્યું. જો કે હવે ફાયરિંગ બંધ થઈ ગયું છે, પરંતુ સેનાનું ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે. આતંકીઓની તલાશમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી સેનાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું. સેનાએ આતંકવાદીઓના ઠેકાણાને વિસ્ફોટ કરી ઉડાવી દીધું. વિસ્ફોટને કારણે આખા ઘરમાં આગ લાગી ગઈ હતી.

army

કર્નલ અને મેજર સહિત 5 જવાન શહીદ

ભારતીય સેના દ્વારા શેર કરવામાં આવેલ તાજા જાણકારી મુજબ આ એન્કાઉન્ટરમાં સેનાના 5 જવાન શહીદ થઈ ગયા. આતંકીઓ સાથે આ અથડામણમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઑફિસર આશુતોષ શર્મા સહિત 5 જવાન શહીદ થઈ ગયા. શહીદ થનાર કર્નલ આશુતોષ, મેજર અનુજ, પોલીસ સબ ઈન્સપેક્ટર શકીલ કાજી, એક લાન્સ નાયક અને એક રાઈફલમેન સામેલ છે. જ્યારે સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આતંકવાદીઓ સાથેની આ અથડામણમાં 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કર્નલ આશુતોષ શર્મા શહીદ થઈ ગયા. કર્નલ આશુતોષ શર્માએ આતંકવાદીઓ વિરુદ્ધ કેટલાય ઓપરેશનને સફળતાથી ખતમ કર્યા, પરંતુ આ એન્કાઉન્ટરમાં તેમનો જીવ ચાલ્યો ગયો.

army

સેનાએ વિસ્ફોટથી ઘરને ઉડાવ્યું

જાણકારી મુજબ સેનાએ એક ઘરને વિસ્ફોટથી ઉડાવ્યું. કાશ્મીર ઝોન પોલીસ મુજબ એન્કાઉન્ટર હંદવાડાના છાનમુલ્લા વિસ્તારમાં ચાલી રહ્યું હતું. મોડી સાંજે આતંકીઓએ કેટલાક ઑફિસર્સને બંધક બનાવ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. આતંકીઓએ સીઓ રેન્કના ઑફિસર, મેજર અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઑફિસરની હત્યા કરી દીધી. જો કે સૂત્રોએ બાદમાં જાણકારી આપી કે ઑફિસર્સ સુરક્ષિત નિકળી આવ્યા છે અને બીજીવાર તેમનો સંપર્ક સ્થાપિત થઈ શક્યો છે. હંદવાડાના રાજપોરા જંગલ સ્થિત એક ઘરમાં ચાર આતંકી છૂપાયા હોવાની માહિતી સેનાને મળી હતી. જે બાદ સેનાએ એન્કાઉન્ટર કર્યું.

દેશની ત્રણેય સેના પોતાના અનોખા અંદાજમાં આજે કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરશેદેશની ત્રણેય સેના પોતાના અનોખા અંદાજમાં આજે કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરશે

English summary
12 hours on, gunbattle at terror hideout continues in north Kashmir’s Handwara, Four security personnel ‘trapped’ in house , 2 terrorist killed by army
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X