For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાની જેલમાં 120 કેદી કોરોના સંક્રમિત થયા, 2નાં મોત, 449 પેરોલ પર છૂટ્યા

ઓરિસ્સાની જેલમાં 120 કેદી કોરોના સંક્રમિત થયા, 2નાં મોત, 449 પેરોલ પર છૂટ્યા

|
Google Oneindia Gujarati News

ઓરિસ્સામાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. ઓરિસ્સા ભારતના એવાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં કોરોનાવાયરસના 1 લાખથી વધુ એક્ટિવ કેસ હોય. આ દરમ્યાન ઓરિસ્સાની જેલોમાં પણ કોવિડ-19નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઓરિસ્સાની જેલોમાંથી એક બાદ એક કેટલાય કેદીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તાજા રિપોર્ટ મુજબ ઓરિસ્સાની જેલમાં 120થી વધુ કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 2 કેદીઓનાં મોત થયાં છે. ઓરિસ્સા ડીઆઈજી (જેલ)એ આ વાતની જાણકારી આપી છે.

ઓરિસ્સાની જેલમાં ફેલાયો કોરોના

ઓરિસ્સાની જેલમાં ફેલાયો કોરોના

ઓરિસ્સાના ડીઆઈજી (જેલ)એ કહ્યું કે રાજ્યના 120 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે 2 કેદીઓના કોરોનાથી મોત થયાં છે. તેમણે જણાવ્યું કે આઈસોલેશન વોર્ડથી હવે ગંભીર કોવિડ દર્દીઓને હોસ્પિટલે સ્થાનાંતરિત કરી દેવાયા છે. ઓરિસ્સાના ડીઆઈજીએ કહ્યું કે કોરોનાને જોતાં જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે 449 કેદીઓને 90 દિવસના પેરોલ પર છોડી મૂકવામાં આવ્યા છે. તેમણે જાણકારી આપી કે પટનાગઢ ઉપ-જેલ અને બરહામપુર જેલની એક સેલને કોવિડ 19 કેર સેન્ટરમાં તબદીલ કરવામાં આવી છે.

ઓરિસ્સામાં કોરોનાના તાજા આંકડા

ઓરિસ્સામાં કોરોનાના તાજા આંકડા

ઓરિસ્સામાં કોરોનાવાયરસના એક્ટિવ કેસની સંખ્યા એક લાખથી વધુ છે. રાજ્યમાં 6 મે બાદથી માત્ર એક દિવસ છોડી બાકીના બધા જ દિવસે સતત 10 હજારથી વધુ નવા કોવિડ 19 મામલાસામે આવી રહ્યા છે. ગુરુવારે (13 મે)ના રોજ રાજ્યમાં ગત 24 કલાકમાં 10649 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં કોરોના સક્રિય મામલાની કુલ સંખ્યા એક લાખના આંકડાને પાર કરી ગઈ છે.

અત્યાર સુધી 2,251 લોકોનાં મોત થયાં

અત્યાર સુધી 2,251 લોકોનાં મોત થયાં

રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુજબ કુલ મિલાવી ઓરિસ્સામાં અત્યાર સુધી 5,76,297 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ગુરુવારે રાજ્યમાં 13 લોકોનાં મોત થયાં છે.

કોરોના વેક્સીનની વધુ માંગ પર સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા- સાંકડી રાજકીય ધારણાઓ ન કરોકોરોના વેક્સીનની વધુ માંગ પર સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા- સાંકડી રાજકીય ધારણાઓ ન કરો

ઓરિસ્સામાં કોરોનાવાયરસથી અત્યાર સુધી 2,251 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 4,73,680 લોકો સાજા થઈ ચૂક્યા છે.

English summary
120 inmates in Orissa jail infected with corona, 2 died, 449 released on parole
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X