For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિવર્સિટીના કેમ્પસમાં જેડી-યુના વિદ્યાર્થીઓએ કર્યો હંગામો

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

દિલ્હી

દિલ્હી

રવિવારે દિલ્હીના કરાવલ નગરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યોજી રેલી. આ રેલીમાં દિલ્હી માટે કેજરીવાલે કેન્દ્ર પાસેથી 10 હજાર કરોડની સહાય માંગી. વધુમાં લોકોને દિલ્હીમાં પાણીની અછત ઉભી નહીં થાય તેવું આશ્વાસન પણ આપ્યું.

3 દિવસમાં 3 હુમલા

3 દિવસમાં 3 હુમલા

છત્તીસગઢમાં નક્સલીઓનો આતંક, 3 દિવસમાં 3 હુમલાઓ. શનિવાર અને રવિવારે કાંકેર વિસ્તારમાં અનેક ગાડીઓને આગી ચાંપી નુક્શાન પહોંચાડ્યા બાદ, આજે માઓવાદીઓએ સુકમાના પિડમેલ ગામમાં બીએસએફની એક ટૂકડીને પોતાનો નિશાનો બના્વ્યો. જેમાં એક બીએસએફના જવાનની મોત થઇ છે. અને અન્ય કેટલાક જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કોલકત્તા

કોલકત્તા

રવિવારે, રોઝ વેલીના કર્મચારીઓએ કોલકત્તામાં નીકાળી વિશાળ રેલી. રોઝ વેલી ગ્રુપના ચેરમેન ગૌતમ કુડુંની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં નીકાળી વિશાળ રેલી.

બોધગાયા

બોધગાયા

બોધગાયામાં મગધ યુનિવર્સિટીના કેમ્પસમાં જેડી-યુના વિદ્યાર્થીઓએ કર્યો હંગામો. યુનિવર્સિટીના વહીવટના વિરોધમાં કરવામાં આવ્યો હંગામો. ગાડીઓને અને યુનિવર્સીટીની ચીજવસ્તુઓની કરવામાં આવી તોડફોડ.

ભોપાલ

ભોપાલ

આર આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નીકાળી ભોપાલમાં એક વિશાળ રેલી. ભોપાલમાં વિજળીના ભાવ વધારવાના વિરોધમાં નીકાળવામાં આવી આ વિશાળ રેલી.

હૈદરાબાદ

હૈદરાબાદ

હૈદરાબાદમાં રવિવારે થયેલ ભારે વરસાદ બાદ મલેકપેટ વિસ્તારમાં પાણી ભરાઇ જતા ટ્રાફિક પોલિસ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આસામ

આસામ

બોર્ડર સિક્યોરિટી ફોર્સના સૈનિકોએ રવિવારે આસામના ધુબરી ખાતે એક માસૂમનો જીવ બચાવ્યો. ધુબરી આસામની આંતરાષ્ટ્રિય બોર્ડર પર આવેલ ગામ છે. આ બાળકને શંકાસ્પદ માનવ હેરફેરની પકડમાંથી છોડાવામાં આ જવાનોને સફળતા મળી છે.

ગુડગાંવ

ગુડગાંવ

હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ડિમોલેશન ટીમે રવિવારે, ગુડગાંવના ફતેહપુર, ઝર્સા ગામમાંથી અવૈધ બાંધકામને હટાળ્યું.

મુંબઇ

મુંબઇ

પાલી હિલના રહેવાસીઓએ મુંબઇમાં કર્યું વિરોધ પ્રદર્શન. જેમાં મુંબઇમાં જાણીતા બોલિવુડ સ્ટાર ઋષિ કપૂર અને નીલમ કોઠરી પણ જોડાયા. આ લોકો સિવીક બોડી દ્વારા પ્રસ્તાવિત કરાયેલા હોકિંક જોન અંગે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા.

દિલ્હી

દિલ્હી

હાઇવે અને રોડ ટ્રાન્સપોર્ટના કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી રવિવારે દિલ્હીમાં ઇ-રીક્ષાના એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે પ્રથમ રજીસ્ટર ઇ રીક્ષાનું ઉદ્ધાટન કરી ડ્રાઇવરને ચાવી સૂપરત કરી.

સાનિયા મિર્ઝા નંબર 1

સાનિયા મિર્ઝા નંબર 1

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની નંબર 1 મહિલા ડબલ્સ ખેલાડી. સ્વિટ્ઝર્લેન્ડમાં ફેમિલી સર્કિલ કપ જીતે તેની જોડીદાર માર્ટિના હિંગિસ સાથે સાનિયા બની નંબર 1. નોંધનીય છે કે સાનિયા પહેલી ભારતીય મહિલા ખેલાડી છે જે સ્થાન સુધી પહોંચી છે.

મુંબઇ

મુંબઇ

કિંગ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિય વચ્ચે રવિવારે મુંબઇ ખાલે ખેલાઇ આઇપીએલ 8ની મેચ. 5 વિકેટમાં 177 રન કરીને કિંગ ઇલેવન આ મેચ 18 રનથી જીતી ગઇ હતી.

દિલ્હી

દિલ્હી

દિલ્હીમાં, દિલ્હી ડેરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે થયેલી આઇપીએલ 8મી એક મેચમાં રાજસ્થાન રોયલની થઇ શાનદાર વિજય.

આગ્રા

આગ્રા

તાજમહાલ જેવો ગયા હતાને આંધૂ આવતા છતરી કાગડો થઇ ગઇ. આવું કંઇક બન્યું છે આ ફોટામાં. નોંધનીય છે કે રવિવારે આગ્રામાં ભારે હવા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે એક મહિલા તેની છત્રીને સીધી કરવાનો પ્રયાસ કરી રહી છે.

કોચી

કોચી

રવિવારે કોચીમાં ઉજવાયો પીન્નાલ થીરુવાથીરા ઉત્સવ.
જેમાં કેરાલિયન મહિલાઓએ પરંપરાગત પોશાક પહેરી નૃત્ય કર્યું.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં યોજાઇ "કાબુલ ટુ કોલકત્તા" નામની એક ફોટો પ્રદર્શની. જેમાં કોલકત્તામાં રહેતા અફધાનિસ્તાનના સમુદાયની કેટલીક સુંદર તસવીરોને રજૂ કરવામાં આવી.

ભોપાલ

ભોપાલ

ભોપાલમાં યોજવામાં આવ્યો, સૂર્ય ઉર્જા સંરક્ષણ કાર્યક્રમ "મહાસૂર્યકુંભ". જેમાં બાળકોને સૂર્ય ઉર્જાના ઉપયોગ અને તેનાથી કેવી રીતે ભોજન બનાવવું તે શીખવવામાં આવ્યું.

English summary
13 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X