For Quick Alerts
For Daily Alerts

બોધગયા બ્લાસ્ટ: મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યા હતા 13 બોમ્બ
નવી દિલ્હી, 8 જુલાઇ: બિહારના બોધગયામાં રવિવારે થયેલા શ્રેણીબદ્ધ 9 બોમ્બ બ્લાસ્ટ સંબંધમાં કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ આજે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમને કહ્યું હતું કે મહાબોધિ મંદિર પરિસરમાં 13 બોમ્બ રાખવામાં આવ્યા હતા જેમાંથી 10 વિસ્ફોટ થયા હતા. તેમને આધિકારીક જાહેરાત કરતાં કહ્યું હતું કે આ બ્લાસ્ટમાં બે બૌદ્ધ ભિક્ષુક ઇજાગ્રસ્ત થયા હતા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે મારી પાસે 10 વિસ્ફોટની જાણકારી છે.
ત્યાં કુલ 13 બોમ્બ રાખવામાં આવ્યા હતા. હું આ બાબતે ઉંડો ઉતરીશ નહી આ બધા ક્યાં ક્યાં રાખવામાં આવ્યા હતા. બે લોકો 50 વર્ષીય દોરજી અને 30 વર્ષીય બાલા સાંગા ઘાયલ થયા હતા. સુશીલ કુમાર શિંદે પૂણે સો કિલોમીટર દૂર તાલેગાંવમાં સીઆરપીએફમાં એક હોસ્પિટલના ઉદઘાટનના અવસર પર આયોજીત સમારોહમાં વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે બિહારના બોધગયામાં મહાબોધિ મંદિરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા.
આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું ઓળખ પત્ર મંદિરના પરિસરમાંથી મળી આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિનોદ મિસ્ત્રી નામક વ્યક્તિની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરમાં તેનું ઓળખપત્ર મળી આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Comments
English summary
As many as 13 bombs were planted inside the Mahabodhi temple complex in Bodh Gaya of which ten had exploded injuring two monks, home minister Sushilkumar Shinde said on Monday.
Story first published: Monday, July 8, 2013, 17:56 [IST]