For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથમાં વરસાદે મચાવ્યો કહેર, 131 લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જૂન: વરસાદરૂપી આફતે ઉત્તર ભારતને પોતાને ચેપેટ લઇ લીધું છે. ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે. મળતી માહિતી મુજબ કેદારનાથનો મોટાભાગનો હિસ્સો તબાહ થઇ ગયો છે. એક મંદિર સિવાય બધુ જ બરબાદ થઇ ગયું છે અન એક વિસ્તાર ડૂબી ગયો છે.

હિંદુઓ માટે વૈકુંઠ ધામનો માર્ગ ગણવામાં આવનાર કેદારનાથ મંદિરમાં મંગળવારે વરસાદનું પાણી અને કિચડ ભરાઇ ગયો હતો, જ્યાં અચાનક આવેલા પુરમાં 50 લોકોના મોત નિપજ્યાં છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી આફતમાં 131થી વધુ લોકોના મોત નિપજ્યાં છે અને બંને રાજ્યોના તીર્થસ્થાનોમાં 70 હજારથી વધુ તીર્થયાત્રીઓ ફસાયેલા છે.

uttrakhand

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લા સ્થિત ચારધામમાંના એક કેદારનાથ મંદિર પર વરસાદની આફત તૂટી પડી છે. આ વિસ્તારમાં તીર્થયાત્રીઓ સહિત લગભગ 500 લોકો ગુમ હોવાનું કહેવામાં આવે છે. ઉમીમઠના અનુમંડલીય મેજિસ્ટ્રેટ રાકેશ તિવારીએ કેદારનાથથી પરત ફર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મંદિરની આસપાસના વિસ્તારમાં લગભગ 50 લાશો પડી છે. તેમને જણાવ્યું હતું કે હાલ વહિવટીતંત્ર તે લોકો પર ધ્યાન આપી રહ્યું છે, જે લોકો જીવીત છે અને મુશ્કેલીમાં છે.

તેમને કહ્યું હતું કે પાણી ઉતર્યા બાદ રાહતદળ અસરગ્રસ્ત વિસ્તારોમાં જશે તો મૃતકોની સંખ્યામાં ભારે વધારો થઇ શકે છે. કેદારનાથ મંદિર પરિસરનો એક ભાગ પરિસરમાં વહી ગયો છે પરંતુ અધિકારીઓનું કહેવું છે કે મંદિરના ઢાંચાને કોઇ નુકસાન પહોંચ્યું નથી. મંદિરની નજીક આવેલા રામબાડા વિસ્તારમાં જ્યાં ભારે ચહલપહલ રહેતી હતી તે હાલમાં પાણીમાં ડૂબેલો છે અને રાહત હેલિકોપ્ટરોને અહીં પાણી સિવાય કંઇ દેખાતું નથી.

સેનાની કેન્દ્રીય કમાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદારનાથમાં 6,000 થી 8,000 હેમકુંડ સાહિબમાં 2,500 અને બદ્રીનાથમાં લગભગ 8,000 લોકો ફસાયેલા છે. પૂર, વાદળ ફાટતાં અને ભૂસ્ખલનની ઘટનાઓએ અત્યાર સુધી ઉત્તર ભારતમાં 131 લોકોનો ભોગ લીધો છે. ઉત્તર ભારતમાં હજારો લોકો બેઘર બની ગયાં છે, નદી છલકાઇ રહી છે. ઉત્તરાખંડમાં મૃતકોનો આંકડો 102ને પાર કરી ગયો છે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં 20 લોકોના મોત નિપજ્યાં છે અને 40 હોટલો સહિત 73 બિલ્ડિંગો અલકનંદા નદીમાં વહી ગઇ છે.

કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા કરીને મોક્ષ મેળવવા નિકળેલા કુલ 71,440 લોકો ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ, ચમોલી, અને ઉત્તરકાશી જિલ્લામાં ફસાયેલા છે. ભારે ભૂસ્ખલન અને રસ્તાઓ તૂટવાને કારણે પ્રસિદ્ધ ચાર ધામ યાત્રા રોકી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ જણાવ્યું હતું કે તેમાં 27,040 લોકો ચમેલીમાં ફસાયેલા છે, જ્યારે રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશીમાં ક્રમશ: 25000 અને 8,850 તીર્થયાત્રી ફસાયેલા છે. આ દરમિયાન આજે વરસાદ ઓછો થતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યને વધારી દેવામાં આવ્યું છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રાહત અભિયાનમાં એક ડઝનથી વધારે હેલિકોપ્ટર લગાવવામાં આવ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે તીર્થસ્થળોમાં ફસાયેલા તમામ લોકોને જલદી સુરક્ષિત નિકાળવામાં આવશે. કેન્દ્રીય ગૃહ સચિવ આર કે સિંહે કહ્યું હતું કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સુદૂર વિસ્તારમાં જમવાનું, દવાઓ અને ધાબળા નાખવામાં આવી રહ્યાં છે. ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ પણ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. સુશિલ કુમાર શિંદેએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે અમે ઉત્તરાખંડને સાત હેલિકોપ્ટર આપ્યા છે. અને હિમાચલ પ્રદેશને પણ હેલિકોપ્ટર આપી રહ્યાં છીએ, આશા છે કે આજે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીર ભદ્ર સિંહ જે ભૂસ્ખલનના કારણે લગભગ 60 કલાક સુધી કિન્નૌર જિલ્લામાં ફસાયેલા હતા તેમને આજે સવારે તેમની પાર્ટી દ્વારા આપવામાં આવેલા હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યાં છે.

English summary
uttrakhand, rain, death, kedarnath, temple, himachal, ઉત્તરાખંડ, વરસાદ, મોત, કેદારનાથ, મંદિર, હિમાચલ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X