For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ગોજારો અકસ્માત, બસ-ટ્રક વચ્ચેની ટક્કરમાં 14ના મોત

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ગોજારો અકસ્માત, બસ-ટ્રક વચ્ચેની ટક્કરમાં 14ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં ભીષણ અકસ્માત થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગરા-લખનઉ એક્સપ્રેસવે પર પ્રાઈવેટ બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 14 લોકોના જીવ ચાલ્યા ગયા છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે. એક્સપ્રેસ-વે પર ઉભેલા એક ટ્રક સાથે પ્રાઈવેટ બસની ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ, જેમાં 31 લોકો ઘાયલ થયા છે.

accident

ગોજારા અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ. રાહત-બચાવ કાર્ય તરત શરૂ કરી ઘાયલોને બસમાંથી નિકાળી તરત જ સૈફઈના મિની પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ બસ દલિ્હીથી મોતિહારી જઈ રહી હતી. UP53FT4629 નંબરની એક ખાનગી ડબલ ડેકર બસ ફિરોજાબાદના ભદાન ગામ પાસે અનિયંત્રિત તઈ ગઈ અને રસ્તા પર ઉભેલા 22 ટાયર વાળા ટ્રક પાછળી ટક્કર મારી દીધી. ટ્રકનો નંબર UP22AT3074 છે. પંચર થવાના કારણે ટ્રકને રસ્તા કાંઠે ઉભો કરી દેવામાં આવ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. જેસીબીની મદદથી બસને રસ્તા પરથી હટાવવામાં આવી છે.

જ્યારે ઘટનામાં મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી. ઘટનાની જાણકારી મળ્યા બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીએમ અને એસપીએ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય તેજીથી કરવાના નિર્દેશ આપ્યા છે. ઘાયલોના ઈલાજ માટે કોઈપણ પ્રકારની કમી ના આવવા દેવાના નિર્દેશ આપ્યા છે. સૈફઈ મિની પીજીઆઈ મેડિકલ ઑફિસર ડૉ વિશ્વ દીપકે જણાવ્યું કે 31 ઘાયલોને મોડી રાત્રે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. બસમાં 40-45 લોકો સવાર હતા.

લગ્ન બાદ પતિની બીમારીનું સિક્રેટ ખુલ્યું, પત્નીએ માંગ્યા તલાકલગ્ન બાદ પતિની બીમારીનું સિક્રેટ ખુલ્યું, પત્નીએ માંગ્યા તલાક

English summary
14 died after a bus collided with a truck on the Agra-Lucknow Expressway in Bhadan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X