For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં મળ્યા કોરોનાના 14989 નવા કેસ, અત્યાર સુધી 1.56 કરોડ લોકોને મૂકાઈ રસી

દેશમાં કોરોના વાયરસના 14,989 નવા કેસ સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યુ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારના ઘણા મોટા મંત્રી વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. આ દરમિયાન દેશમાં કોરોના વાયરસના 14,989 નવા કેસ સામે આવ્યા છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,11,39,516 થઈ ગયા છે. વળી, આ દરમિયાન 98 દર્દીઓના મોત કોરોના વાયરસના કારણે થયા છે અને મૃતકોની સંખ્યા વધીને 1,57,346 સુધી પહોંચી ગઈ છે.

corona

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 13,123 દર્દી રિકવર થયા છે ત્યારબાદ રિકવર લોકોનો આંકડો વધીને 1,08,12,044 થઈ ગયો છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના માત્ર 1,70,126 સક્રિય કેસ જ બચ્યા છે. વળી, બીજા તબક્કા હેઠળ કોરોનાની રસી મૂકવાનુ કામ પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી દેશભરમાં કુલ 1,56,20,749 લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. કોરોના વાયરસની વેક્સીન સરકારી હોસ્પિટલોમાં ફ્રી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં 250 રૂપિયા પ્રતિ ડોઝ આપવામાં આવી રહી છે.

કોરોના સામે સંજીવની છે આપણી વેક્સીનઃ હર્ષવર્ધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને તેમની પત્નીએ કોરોના વાયરસી રસી મૂકાવી. રસી લગાવ્યા બાદ ડૉ. હર્ષવર્ધને કહ્યુ, અમે બંનેએ કોવેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. આ વેક્સીન કોરોના વાયરસ સામે સંજીવનીની જેમ કામ કરશે. હનુમાનજી સંજીવની બુટી લાવવા માટે ભારતની બહાર ગયા હતા પરંતુ આ સંજીવની તમારી આસપાસની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. અમે બંનેએ વેક્સીન માટે 250 રૂપિયા પ્રતિ ડોઝ આપ્યા છે. જે લોકો સક્ષમ છે તેમણે વેક્સીન ખરીદીને જ મૂકાવવી જોઈએ.

PM મોદીના વતન વડનગરમાં 13 કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેકPM મોદીના વતન વડનગરમાં 13 કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક

English summary
14989 New Coronavirus Patients, 1.56 Crore People Vaccinated in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X