For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: ક્ષણમાં દુશ્મનોનો ખાત્મો કરનાર INS કોચ્ચી અંગે

|
Google Oneindia Gujarati News

રક્ષામંત્રી મનોહર પાર્રીકર સ્વદેશી યુદ્ધ જહાજ INS કોચ્ચીને ઇન્ડિયન નેવીને હવાલે કરશે. આ યુદ્ધ જહાજ મુંબઈના નેવી ડૉકયાર્ડમાં તૈયાર થયું છે. આ જહાજને દેશની સુરક્ષા માટે ઘણું મહત્વનું અને મોટી સફળતા માનવામાં આવી રહી છે. INS કોચ્ચીનું નેવીમાં શામિલ થવુ નૌસેનાને પહેલા કરતા વધુ તાકતવર બનાવશે. આ યુદ્ધ જહાજ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. આ યુદ્ધ જહાજ દેશની ટેક્નોલોજીના વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે.

ઉદ્દેશ
INS કોચ્ચીનો ઉદ્દઘોષ સંસ્કૃતમાં આમ લખવામાં આવ્યો છે. "અહી શત્રુ મહાબાહો", એટલે કે "દુશ્મનનો વિનાશ" કરવા તૈયાર. જો કે INS કોચ્ચીને જોઇને આ ઉદ્દઘોષની વાસ્તવિક્તા પણ સમજાઇ જાય છે. INS કોચ્ચી આધુનિક હથિયારોથી સજ્જ છે. આ દેશમાં તૈયાર થયેલું સૌથી લાંબુ અને સૌથી મોટું યુદ્ધ જહાજ છે. આવો જાણીએ દુશ્મનોને ક્ષણમાં નેસ્તનાબુદ કરી નાખનાર દેશના ગૌરવ સમાન INS કોચ્ચી અંગની ખાસ વાતોને.......

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચી તમામ અત્યાધુનિક હથિયારો અને સેંસરથી સજ્જ છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીને જે હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું છે, તેમા આકાશમાં માર કરનાર મિસાઇલ્સ પણ શામેલ છે. યુદ્ધ જહાજની આ મિસાઇલ્સ સમુદ્ર અને જમીન પર લાંબા અંતર સુધી હુમલો કરી શકે છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચી જમીનથી હવામાં મારણ કરી શકનાર મલ્ટી ફંક્શન રડાર સિસ્ટમ અને સર્વિલાન્સ સીસ્ટમથી સજ્જ છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

જમીન અને હવામાંથી કરવામાં આવેલા કોઇ હુમલાની તેના પર અસર ન થાય તેના માટે દરેક વ્યવસ્થા કરવામાં આવી છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

આ યુદ્ધ જહાજ પર સી-કીંગ-42બી અને ચેતક જેવા હેલીકોપ્ટર ડેપ્લોઇડ થઇ શકે છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ક્ષમતા 7500 ટનનું વજન વહન કરવાની છે. 164 મીટર લાંબી અને બીમ પર 17 મીટરની લંબાઇ છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીને મિસાઇલ ડીસ્ટ્રોયર કેટેગરીનું યુદ્ધ જહાજ માનવામાં આવે છે. આ કોલકત્તા કેટેગરીનું દેશમાં બનેલું બીજુ યુદ્ધ જહાજ છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીનું નિર્માણ ભારતીય સમુદ્રી સીમાઓને સુરક્ષિત કરવા માટે કરવામાં આવ્યું છે. INS કોચ્ચીને બનાવવામાં 4000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેનું નિર્માણ કાર્ય 25 ઓક્ટોબર 2005થી શરૂ થયું હતું. INS કોચ્ચીનું ક્રૃ 40 ઓફિસર અને 350 સેલર્સની ક્ષમતા ધરાવે છે.

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીની ખાસિયતો

INS કોચ્ચીના હથિયારોમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ સૌથી ખાસ છે. INS કોચ્ચીની ગતિ 30 નોટ્સ છે.

English summary
15 facts about INS Kochi will be commissioned in Indian Navy tomorrow. Defence Minister Manohar Parrikar will attend the ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X