15 વર્ષના છોકરાની ચોરીના આરોપમાં મારી મારીને હત્યા
છેલ્લા કેટલાક દિવસોથી મોબ લિંચિંગ ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી.
છેલ્લા કેટલાક દિવસોથી મોબ લિંચિંગ ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આ વખતે તામિલનાડુના કરુલ જિલ્લાના અલાલીગોડનુંર માં 15 વર્ષના એક યુવકની લોકોએ મારી મારીને હત્યા કરી નાખી છે. આરોપ હતો કે યુવકે એક દંપતીના ઘરે ચોરી કરી હતી. ત્યારપછી લોકોએ તેને એટલો માર્યો કે તેની મૌત થઇ ગયી. આ ઘટના સોમવારની છે. આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે. ઘટના વિશે જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે જે યુવકની મૌત થયી છે, તેનું નામ પી બાલાસુબ્રમણિ છે. યુવક તેની માતા સાથે રહેતો હતો, આ યુવકની માતા ખેતરમાં કામ કરે છે.
આ પણ વાંચો: મુસલમાનોની વધતી જનસંખ્યાને કારણે થઇ રહી છે મોબ લિંચિંગ

બાલાસુબ્રમણિ ના પિતાની ગયા વર્ષે જ મૌત થઇ ગયી હતી ત્યારપછી તેને સ્કૂલ જવાનું પણ છોડી દીધું હતું. આરોપ છે કે બાલાસુબ્રમણિ દારૂ નો વ્યસની બની ગયો હતો. તેના પર આરોપ છે કે તેને શનિવાર એક ઘરેથી 3000 રૂપિયા અને એક મોબાઈલ ફોનની ચોરી કરી હતી. જયારે લોકોએ જોયું કે તે ચોરીનો ફોન વાપરી રહ્યો હતો ત્યારે ગામના લોકોએ તેની પીટાઈ કરી નાખી, જેથી તે બેભાન થઇ ગયો. યુવકની માતાને રવિવારે બાલાસુબ્રમણિ ની લાશ મળી. ત્યારપછી પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
