Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુસલમાનોની વધતી જનસંખ્યાને કારણે થઇ રહી છે મોબ લિંચિંગ

યુપીમાં બીજેપી વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા હાલમાં જ નિવેદન આપવામાં આવ્યું હતું કે હિંદુત્વને બચાવવા માટે દરેક હિંદુએ 5 બાળકો પેદા કરવા પડશે.

યુપીમાં બીજેપી વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા હાલમાં જ નિવેદન આપવામાં આવ્યું હતું કે હિંદુત્વને બચાવવા માટે દરેક હિંદુએ 5 બાળકો પેદા કરવા પડશે. આ નિવેદનના એક દિવસ પછી બીજેપી સાંસદ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મુસલમાનોની જનસંખ્યા ઝડપથી વધી રહી છે, જે એક ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે તેને કારણે દેશમાં આતંકવાદ અને મોબ લિંચિંગ જેવી ઘટનાઓ વધી રહી છે. આ વાત આંબેડકરનગર થી બીજેપી સાંસદ હરિઓમ પાંડેએ ટાઈમ્સ નાઉ ચેનલને એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહી.

ભારતમાં વધુ એક પાકિસ્તાન બની જશે

ભારતમાં વધુ એક પાકિસ્તાન બની જશે

બીજેપી સાંસદ હરિઓમ પાંડેએ કહ્યું કે જો મુસ્લિમ જનસંખ્યાને કાબુમાં નહીં કરવામાં આવી તો ભારતમાં વધુ એક પાકિસ્તાન બની જશે, જે ભારત માટે સારું નહીં હોય. તેમને કહ્યું કે તેઓ સંસદમાં જનસંખ્યા નિયંત્રણ કાનૂન મુદ્દો ઉઠાવશે. વસ્તી વધારો ભારત માટે એક મુખ્ય સમસ્યા છે. જેને કારણે દેશમાં આતંકવાદ અને મોબ લિંચિંગ જેવી ઘટનાઓ વધી રહી છે. દેશમાં આજે વસ્તી વધી રહી છે તેની પાછળ એક મુખ્ય સમુદાયનો હાથ છે અને તે સમુદાય મુસલમાન છે.

પાડોશમાં એક પાકિસ્તાન કાફી છે

પાડોશમાં એક પાકિસ્તાન કાફી છે

બીજેપી સાંસદ હરિઓમ પાંડેએ કહ્યું કે મુસ્લિમ જનસંખ્યા નિયંત્રણમાં વિશ્વાસ નથી રાખતા. આજ કારણ છે કે હાલમાં આતંકવાદ અને અપરાધ જેવી ઘટનાઓ વધી રહી છે. તેમને કહ્યું કે પાડોશમાં એક પાકિસ્તાન કાફી છે. તેમને પહેલાથી જ આતંકીસ્તાન કહેવામાં આવી રહ્યું છે. જનસંખ્યા રોકવા માટે સંસદમાં એક બિલ પાસ કરવું પડશે. જેથી દેશમાં વધુ એક પાકિસ્તાન બને નહીં.

પીએમ મોદી જનસંખ્યા નિયંત્રણ પર કાનૂન લાવવા માંગે છે

પીએમ મોદી જનસંખ્યા નિયંત્રણ પર કાનૂન લાવવા માંગે છે

બીજેપી સાંસદ હરિઓમ પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુસલમાનોની વસ્તી કાબુમાં લાવવી ખુબ જ જરૂરી છે કારણકે તેમની વસ્તી ખુબ જ ઝડપથી વધી રહી છે. પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં મુસલમાનોની વસતી 52% સુધી પહોંચી ગયી છે. જો તેમને રોકવામાં નહીં આવ્યા તો આ લોકો દેશને વહેંચી નાખશે. પીએમ મોદી જનસંખ્યા નિયંત્રણ પર કાનૂન લાવવા માંગે છે પરંતુ તેના માટે બધા જ રાજનૈતિક દળોનું એકસાથે આવવું જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X