For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ પર મળ્યા સૌથી મોંઘા ગ્રીન ટ્રી અજગર સહિત 16 દુર્લભ સાપ, કિંમત જાણીને હોશ ઉડી જશે

એરપોર્ટ પર મળ્યા સૌથી મોંઘા ગ્રીન ટ્રી અજગર સહિત 16 દુર્લભ સાપ, કિંમત જાણીને હોશ ઉડી જશે

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ કસ્ટમ વિભાગે મહત્વની કાર્યવાહી કરતાં એરપોર્ટ પરથી ગ્રીન ટ્રી અજગર સહિત 16 દુર્લભ સાપને પકડવામાં સફળતા હાંસલ કરી છે. બે શખ્સ આ સાપને એરપોર્ટથી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન તપાસ ટીમને તેમના પર શક થયો અને તેમણે આ બંનેને રોકી લીધા. તપાસમાં તેમની પાસે એક કે બે નહિ બલકે વિવિધ પ્રજાતિના 16 સાપ મળી આવ્યા. આ સાપમાં લીલા રંગના ગ્રીન ટ્રી અજગર પણ છે. જેને દુનિયામાં સૌથી મોંઘા સાપોમાંથી એક માનવામાં આવે છે. એટલું જ નહિ તે સિવાય પણ જેટલા સાપ મળ્યા છે તેમની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે.

ગ્રીન ટ્રી અજગર સહિત 16 સાપ પકડાયા

ગ્રીન ટ્રી અજગર સહિત 16 સાપ પકડાયા

સમગ્ર મામલો ગુરુવારનો છે, જ્યારે તમિલનાડુના ચેન્નઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો. ટીમે શકના આધારે બે લોકોને તપાસ માટે રોક્યા. પૂછપરછ દરમિયાન તેમણે જેવી રીતે જવાબ આપ્યો તેનાથી કસ્ટમ ટીમનો શક વધ્યો. જે બાદ તેમની તપાસ કરવામાં આવી તો તેમની પાસેથી 16 દુર્લભ સાપ જપ્ત કરવામાં આવ્યા. આ તમામ સાપોની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. એવું એટલા માટે કેમ કે એક જ સાપ જેને ગ્રીન ટ્રી અજગર કહીએ છીએ તેની કિંમત કરોડોમાં માનવામાં આવી રહી છે.

કસ્ટમ વિભાગે બે લોકોની ધરપકડ કરી

કસ્ટમ ટીમે એરપોર્ટ પર જે કોઈપણ સાપ જપ્ત કર્યા તેમના પર નજર નાખીએ તો 1 લીલા રંગનો ગ્રીન ટ્રી અજગર, 1 સ્ક્રબ અજગર, 2 બ્લેક ટ્રી મૉનિટર ગરોળી અને 4 સેલફિન ગરોળીને જપ્ત કરવામાં આવ્યા. આ કાર્યવાહીમાં તપાસ ટીમે બે લોકોની ધરપકડ કરી છે. આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.

ગ્રીન ટ્રી અજગર દુનિયાનો સૌથી મોંઘો સાપ છે

ગ્રીન ટ્રી અજગર દુનિયાનો સૌથી મોંઘો સાપ છે

જપ્ત કરાયેલ તમામ સાપ બહુ દુર્લભ પ્રજાતિના છે. આ સાપોમાંથી લીલા રંગવાળા ગ્રીન ટ્રી અજગરની કિંમત જ કરોડો રૂપિયામાં જણાવવામાં આવી રહી છે. ગ્રીન ટ્રી અજગર દુનિયાભરમાં સૌથી મોંઘા સાપ માનવામાં આવે છે. આ પ્રજાતિનો રંગ આમ તો ઘણા પ્રકારના હોય છે પરંતુ લીલા અને બ્લૂ રંગના પાઈથનની ડિમાંડ સૌથી વધુ છે. અજગરની આ પ્રજાતિ બહુ દુર્લભ હોય છે.

LOC પર ગોળીબારીનો જોરદાર જવાબ, પાકિસ્તાનનો એક સૈનિક ઠારLOC પર ગોળીબારીનો જોરદાર જવાબ, પાકિસ્તાનનો એક સૈનિક ઠાર

English summary
16 rare snakes, including the costliest green tree python found at the airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X