#MeToo: એમ જે અકબર સામે સાક્ષી બનવા રમાનીના સમર્થનમાં આવી 17 મહિલા પત્રકાર
#MeToo: કેમ્પેઈન હેઠળ વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર પર પત્રકાર પ્રિયા રમાની સહિત 15 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મંગળવારે વધુ બે મહિલાઓએ એમ જે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પ્રિયા રમાનીના સમર્થનમાં 17 મહિલા પત્રકાર ઉતરી આવી છે. આ મહિલા પત્રકારોએ એક સંયુક્ત નિવેદનમાં રમાનીનું સમર્થન કરવાની વાત કહી અને અદાલતને આગ્રહ કર્યો કે અકબર સામે તેમને સાંભળવામાં આવે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયો

આ બધી મહિલા પત્રકાર એશિયન એજ ન્યૂજપેપરમાં તેની સાથે કામ કરી ચૂકી છે
પત્રકાર પ્રિયા રમાનીના સમર્થનમાં આવેલી આ બધી મહિલા પત્રકાર એશિયન એજ ન્યૂઝ પેપરમાં તેમની સાથે કામ કરી ચૂકી છે. આ મહિલા પત્રકારોએ એક સંયુક્ત નિવેદનમાં રમાનીના સમર્થન કરવાની વાત કહી અને અદાલતને આગ્રહ કર્યો કે અકબર સામે તેમને સાંભળવામાં આવે. પત્રકારોએ પોતાના હસ્તાક્ષરવાળા સંયુક્ત નિવેદનમાં કહ્યુ, રમાની પોતાની લડાઈમાં એકલી નથી. માનહાનિ કેસની સુનાવણી કરી રહેલ માનનીય અદાલત તેમને પણ સાંભળે. અમારાથી ઘણી મહિલાઓ એમ જે અકબર દ્વારા યૌન શોષણની શિકાર થઈ છે.

રમાનીને 400 થી વધુ પત્રકારોએ આપ્યુ સમર્થન
નિવેદન પર હસ્તાક્ષર કરનારા મીનલ બઘેલ, મનીષા પાંડેય, તુશિતા પટેલ, કણિકા ગહેલોત, સુપર્ણા શર્મા, રમોલા તલવાર બાદામ, હોઈહનુ હોજેલ, આયશા ખાન, કુશલરાની ગુલાબ, કનીઝા ગજારી, માલાવિકા બેનર્જી, એ ટી જયંતિ, હામિદા પાર્કર, જોનાલી બુરાગોહેન, મીનાક્ષી કુમાર, સુજાતા દત્તા સચદેવા અને સંજરી ચેટર્જી શામેલ છે. તમામ મહિલા પત્રકારોએ પ્રિયાને લખીને તેની હિંમત વધારી છે. The Network of Women in Media, Foundation for Media Professionals અને Brihan Mumbai Union of Journalists એ સંયુક્ત નિવેદન જારી કર્યુ છે. ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. 400 થી વધુ પત્રકારોએ સમર્થન આપ્યુ છે.

અત્યાર સુધી 16 મહિલાઓએ અકબર પર લગાવ્યો યૌન શોષણનો આરોપ
તમને જણાવી દઈએ કે વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે મહિલા પત્રકાર પ્રિયા રમાની સામે માનહાનીનો કેસ કર્યો છે. ગુનાહિત માનહાનિની કલમ આઈપીસી 499, 500 હેઠળ તેમના પોતાના વકીલ દ્વારા કેસ દાખલ કર્યો છે. આ કલમ હેઠળ દોષિત જણાતા બે વર્ષની સજાની જોગવાઈ છે. એમ જે અકબર પર પ્રિયા રમાની ઉપરાંત પ્રેરણ બ્રિંદા, કાદંબિરી મુરલી, ગજાલા બહાબ, શુતપા પૉલ, શુમા રાહા, અંજૂ ભારતી, સુપર્ણા શર્મા, માલિની ભૂપતા, કનિકા ગહલોત, માઈલી ડી પાઈ કેંપ, રુથ ડેવિડ, સબા નકવી, હરિન્દર બાવેજા, તુશિતા પટેલ, સ્વાતિ ગૌતમ અને એક અનામ મહિલા પત્રકારે યૌન શોષણના આરોપ લગાવ્યા છે.
આ પણ વાંચોઃ સતત ત્રીજા દિવસે વધારા સાથે ખુલ્યુ શેર માર્કેટ, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો