For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુકમામાં નક્સલી હુમલો, 17 જવાન શહીદ, એનકાઉન્ટર બાદ મળી જવાનોની લાશો

છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં 17 જવાનોના શહીદ થયાના સમાચારો છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં 17 જવાનોના શહીદ થયાના સમાચારો છે. છત્તીસગઢ પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે શનિવારે ડઝનથી પણ વધુ સુરક્ષાકર્મી એનકાઉન્ટર બાદ ગાયબ થઈ ગયા હતા. આમાં 14 જવાન ઘાયલ થઈ ગયા હતા અને ઘાયલ જવાનોને રાજધાની રાયપુર ઈલાજ માટે મોકલવામાં આવ્યા છે. રાજધાની રાયપુરથી સુકમાનુ અંતર 400 કિલોમીટર છે.

naxal

10 એકે-47 પણ ગાયબ

પોલિસને આ જવાનોની લાશો સુકમાના મિન્પા જંગલોમાંથી મળી છે. શનિવારે અહીં નક્સલીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. છત્તીસગઢના ડીડીપી ડીએમ અવસ્થી તરફથી જણાવવામાં આવ્યુ કે, રાજ્ય પોલિસ તરફથી જંગલમાં મોકલવામાં આવેલી રેસ્ક્યુ ટીમને 17 જવાનોની લાશો મળી છે. તેમણે જણાવ્યુ કે સુરક્ષાબળોની 15 ઑટોમેટિક રાઈફલો જેમાં 10 એકે-47 પણ છે, ગાયબ છે. ડીજીપી અવસ્થીએ જણાવ્યુ કે શનિવારે ચિંતાગુફામાં કોરાજગુડાની પહાડીઓ વચ્ચે અથડામણ થઈહતી. એનકાઉન્ટર એ વખતે શરૂ થયુ જ્યારે સુરક્ષાબળોની એક ટીમને એન્ટી-નક્સલ ઑપરેશન માટે મોકલવામાં આવી હતી.

તેમણે આગળ કહ્યુ હતુ કે બપોરે એક વાગ્યા બાદ ઘણા એનકાઉન્ટર થયા અને મોડી સાંજે એનકાઉન્ટર ચાલુ હતા. જ્યારે સુરક્ષાબળ પાછા આવ્યા તો માલુમ પાડ્યુ કે રાજ્ય પોલિસના 17 જવાન ગાયબ હતા અને 14 ઘાયલ હતા. ડીજીપીએ જણાવ્યુ કે એનકાઉન્ટર નક્સલીઓની બટાલિયન નંબર વન સાથે થયુ છે. આ બટાલિયનનુ નતૃત્વ માંડવી હીદમા કરે છે. તેમણે જણાવ્યુ કે હિદમા લગભગ 300 નકસ્લીઓને લઈને પહોંચ્યુ હતુ. 24 એપ્રિલ 2017ને સુકમામાં એનકાઉન્ટર થયુ હતુ. બુરકપાલની પાસે થયેલા એ એનકાઉન્ટરમાં સીઆરપીએફના 25 જવાન શહીદ થયા હતા. શનિવારે થયેલી ઘટના ત્યારબાદ સૌથી મોટી ઘટના છે જેમાં આટલા જવાન શહીદ થયા છે.

આ પણ વાંચોઃ જનતા કર્ફ્યુઃ આજે સાંજે 5 વાગે થાળી કે તાળી વગાડવા કેમ કહ્યુ છે PM મોદીએ? જાણો કારણઆ પણ વાંચોઃ જનતા કર્ફ્યુઃ આજે સાંજે 5 વાગે થાળી કે તાળી વગાડવા કેમ કહ્યુ છે PM મોદીએ? જાણો કારણ

English summary
17 security personnel martyred in a Naxal attack in Sukma, Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X