For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુરમાં 19 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

militants
ઇંફાલ, 6 જુલાઇ: કુકી નેશનલ લિબરેશન ફ્રંટના કેટલાક ટોચના નેતાઓ સહિત ઓછામાં ઓછા 19 ઉગ્રવાદીઓએ મણિપુરના ચંદેલ જિલ્લામાં મ્યામાં અડીને આવેલ બોર્ડર મોરેહ શહેરમાં અસમ રાઇફલ્સના જવાનો સમક્ષ આત્મસમર્પણ કરી લીધું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જે લોકોએ ગુરૂવારે મોરેહમાં 9મી અસમ રાઇફલ્સના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે તેમાં સ્વંભૂ વિંગ કમાન્ડર લૂનમિંગથાંગ, ઓપરેશન કમાન્ડર થાંગનિયો, નાણા વિભાગના કમાન્ડર સાઇપાઓ, જનસંપર્ક અધિકારી લિથાંગ અને અન્ય એક કમાન્ડર થાંગખુલમિનનો સમાવેશ થાય છે.

તેમને કહ્યું હતું કે કેએનએલએફની કેડરોએ આત્મસમર્પણના સમયે 3 એમ-16 રાઇફલ, એક એમ-15 રાઇફલ, બે એકે 22 રાઇફલ, એક અમેરિકી કારબાઇન, એક 32 રાઇફલ, એક એમ-60 મોરટાર તેમજ મોટી માત્રામાં ગોળીઓ તથા હથિયારોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 30 આતંકવાદી સંગઠનોમાંથી પાંચે સરકાર સાથે શાંતિ વાર્તા માટે સહમતિ દર્શાવી છે અને સરકાર તેમના હથિયાર મુકવા અને મણિપુરના વિકાસ માટે શાંતિ વાર્તામાં સામેલ થવા માટે કહ્યું છે.

English summary
At least 19 militants, including some top leaders of Kuki National Liberation Front, surrendered before Assam Rifles personnel deployed at the border town of Moreh in Manipur's Chandel district bordering Myanmar, officials said on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X