For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1962ની હાર માટે નહેરૂ સરકારની આગળ વધવાની નીતિ જવાબદાર: રિપોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 માર્ચ: એક રિપોર્ટમાં 1962માં ચીન વિરૂદ્ધ થયેલા યુદ્ધમાં ભારતના અપમાનજનક પરાજય માટે પૂર્વ વડાપ્રધાન મંત્રી જવાહર લાલ નહેરૂ સરકાર અને તત્કાલીન સેના નેતૃત્વને જવાબદાર ગણાવવામાં આવી છે. એક ઓસ્ટ્રેલાઇ પત્રકાર હેંડર્સન બ્રુક્સના રિપોર્ટના હવાલેથી આ દાવો કરવામાં આવ્યો છે.

હેંડર્સન બ્રુક્સ રિપોર્ટને હજુ સુધી આધિકારીક રીતે ગુપ્ત રાખવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 'આગળ વધવાની નીતિ' અને તેનું પાલન કરનાર સેનામાં ગંભીર ખામીઓની વાત કહેવામાં આવી છે કારણ કે સેનાની પાસે તેના માટે જરૂરી સાધન ઉપલબ્ધ ન હતા. રક્ષા પત્રિકા ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂના પત્રકાર નેવિલ મૈક્સવેલ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટના કેટલાક ભાગ સૌથી પહેલાં પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા.

મૈક્સવેલે યુદ્ધનું રિપોર્ટિંગ કર્યું હતું અને તેમને હેંડર્સન બ્રુક્સ રિપોર્ટના કેટલાક ભાગ પોતાની વેબસાઇટ પર જાહેર કર્યા હતા. સાર્વજનિક કરવામાં આવેલી સામગ્રી પર કોઇ આધિકારીક પ્રતિક્રિયા આવી નથી. હેંડર્સન રિપોર્ટમાં તત્કાલીન સરકાર, સેના અને ગુપ્તચર એજન્સીઓની આ ધારણા માટે તેમની ટીકા કરી છે કે ચીની યુદ્ધને પ્રોત્સાહન નહી આપે જ્યારે સૈન્ય તરીકે તેમને તેનાથી 'બિલકુલ વિપરીત' વિચારવાનું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આગળ વધવાની નીતિમાં ચીનના દાવાવાળા વિસ્તારોમાં સૈન્ય ચોકીઓ બનાવવી તથા આક્રમક ગશ્ત શરૂ કરવાની વાત કહેવામાં આવી હતી. તેનાથી સંધર્ષ વધવાની સંભાવના વધી ગઇ. રિપોર્ટના અનુસાર ભારત તેને ક્રિયાન્વિત કરવા માટે સૈન્ય રૂપથી સક્ષમ ન હતું.

jawaharlal-nehru

રિપોર્ટમાં વિભિન્ન ઉચ્ચ સ્તરીય બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તે બેઠક પણ સામેલ છે જેમાં લાલકૃષ્ણ અડવાણીએ ભાગ લીધો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૈન્ય મુખ્યાલય અને તત્કાલીક ગુપ્તચર બ્યૂરો નિર્દેશકનો આ વિચાર હતો કે ચીની જો સક્ષમ હોય તેમછતાં તેમના ભારતીય ચોકીઓ વિરૂદ્ધ બળ પ્રયોગ કરવાની સંભાવના નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સૈન્ય નેતૃત્વના પશ્વિમી કમાન દ્વારા વ્યક્ત કરવામાં આવેલા ચિંતાઓને પણ નજર અંદાજ કરી દિધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે નીતિને ક્રિયાન્વિત કરવા માટે તૈયાર નથી અને યુદ્ધની સ્થિતીમાં આપણે પુરી તૈયારીના અભાવમાં હારનો સામનો કરવો પડશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે પશ્વિમી કમાનની સ્થિતી યથાર્થવાદી હતી પરંતુ સૈન્ય મુખ્યાલય અપ્રત્યક્ષ રીતે પોતાના આ વિચાર યથાવત રહ્યો કે ચીન મોટાપાયે યુદ્ધ નહી કરે. આ ધારણા ત્યારે ધારાશાયી થઇ ગઇ જ્યારે ચીનની સેના અરૂણાચલ પ્રદેશથી ઘણી આગળ આવી ગઇ અને તેને લદ્દાખના ઘણા ભાગ પર કબજો કરી લીધો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 'સૈન્ય મુખ્યાલયના જનરલ સ્ટાફ બ્રાંચ દ્વારા પશ્વિમી કમાનની આ ચેતાવણી પર ધ્યાન નહી આપવા માટે ચીનની પ્રતિક્રિયાથી ખોટા આલકનને જવાબદાર ગણાવી શકાય છે. મુખ્યાલયમાં એ વિચારસણી હતી કે કંઇક થશે નહી.

English summary
In what may open up a new debate, a part of the classified Henderson Brooks report on the 1962 Sino-India war has been made public by an Australian journalist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X