કાશ્મીરમાં ફરી એક વાર આતંકીઓ શાળાને બનાવી રહ્યા ટાર્ગેટ જાણો કેમ?

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરમાં ફરીથી આતંકી સંગઠનો સ્કૂલો અને બેંકને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. લશ્કર એ તોયબાનો દાવો છે કે હુર્રિયત કોન્ફન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના કેલેન્ડરને સરકાર તરફથી મહત્વ ન આપવાના વિરોધમાં સ્કૂલ અને બેંક પર નિશાનો તાકવામાં આવી રહ્યો છે.

jammu kashmir


લશ્કરનો દાવો છે કે હુર્રિયતની તરફથી જાહેર કરવામાં આવેલ કેલેન્ડરમાં કહેવામાં આવ્યું છે કે ખાલી શાંતિના સમયે બેંકો પાંચ વાગ્યા સુધી ખુલી રહી શકશે. પણ બેંક આ ફરમાનને માનવા તૈયાર નથી. રાજ્યમાં હાલ તેવી સ્થિતિ સર્જાઇ છે કે લાગી રહ્યું છે કે કાશ્મીરનો 1990નો દાયકો પાછો આવ્યો હોય. આતંકીઓનો પ્રભાવ વધી રહ્યો છે. કાશ્મીરમાં ભડકેલી હિંસા પછી ખાસ કરીને આતંકીઓ સ્કૂલોને નિશોનો બનાવી પોતાનો ડર કાયમ કરી રહી છે.

army


જરા એક નજર નાંખો હાલની પરિસ્થિતિ પર


1. જુલાઇ 2016થી અત્યાર સુધીમાં કાશ્મીરમાં વિવિધ વિસ્તારોમાં 23 સ્કૂલોને બાળવામાં આવી છે.
2. ગત લગભગ ત્રણ મહિનાથી કાશ્મીરના 10 જિલ્લામાંથી ઓછામાં ઓછી એક સ્કૂલ આગને હવાલે થઇ છે.
3. ગત પાંચ દિવસમાં જ પાંચ સ્કૂલોને આગ લગાવવામાં આવી છે.
4. કાશ્મીરમાં થયેલી હિંસા દરમિયાન લગભગ 17 સરકારી મિડલ, હાઇ અને હાયર સેકેન્ડી સ્કૂલો
આગ લગાડવામાં આવી છે.
5. જેના કારણે કાશ્મીરને બે મોટી સ્કૂલોને મોટા પ્રમાણમાં નુક્શાન થયું છે.

kashmir


6. અનંતનાગમાં વક્ફ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ઐતિહાસિક સ્કૂલને પણ બાળી નાખવામાં આવી. જેમાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને તેમના પિતા સ્વર્ગીય મુફ્તી મુહમ્મદ સઇદે ભણતર લીધુ હતું.
7. 17માંથી 7 સ્કૂલો ખરાબ રીતે બળીને ખાખ થઇ ગઇ છે. જ્યારે 10 સ્કૂલોમાં થોડુંક જ નુક્શાન થયું છે.
8. દક્ષિણ કાશ્મીરના કુલગામની હાલત સૌથી વધુ ખરાબ છે. અહીંની પાંચ સ્કૂલોને બાળવામાં આવી છે. જે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઇ છે.
9. મધ્ય કાશ્મીરની બડગામ જિલ્લામાં પણ ત્રણ સ્કૂલોમાં આગ લગાડવામાં આવી છે.
10. પોલિસે આ તમામ મામલે કેસ દાખલ કર્યો છે પણ હજી સુધી કોઇની પણ ધરપકડ નથી થઇ.

terror

કેમ ફરીથી ઉત્પન્ન થઇ છે 1990 જેવી સ્થિતિ?
1990ના દાયકામાં જમ્મુ કાશ્મીરમાં લગભગ 5000 સ્કૂલોને આતંકીઓએ નુક્શાન પહોંચાડ્યું હતું. જેથી સ્કૂલોમાં બાળકોનું ભણવું અશક્ય થઇ ગયું હતું. અનેક કિસ્સામાં આતંકીઓએ સ્કૂલોમાંથી બાળકો અને શિક્ષકોને નીકાળી તેમની સામે શાળામાં આગ લગાવી હતી. ત્યારે ફરીથી આતંકીઓ ઇચ્છી રહ્યા છે કે લોકો ડરના ઓથાર નીચે રહે. અને શિક્ષણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુથી વંચિત રહે.

fire


શું થયું હતું 1990માં?


1. 10 મે 1989માં શ્રીનગરના લાલ ચોકમાં વિસ્ફોટક પ્લાન્ટ કરીને બિસ્કો મેમોરિયલ સ્કૂલને ઉડાવવામાં આવી હતી.
2. 17 માર્ચ 1990માં શ્રીનગરના સોનવરમાં આવેલી કેથોલિક મિશનની સ્કૂલને પણ ઉડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
3. 11 નવેમ્બર 1990ના રોજ ફરીથી બિસ્કો મેમોરિયલ સ્કૂલને નિશાનો બનાવવામાં આવ્યો હતો. અને આતંકીઓએ મિશનરી સ્કૂલોને બંધ કરી ઇસ્લામિક શિક્ષા આપવાની ચેતવણી આપી હતી.
4. 23 ફેબ્રુઆરી 1991માં લાલ ચોકમાં આવેલી મિસ મેલાંસન ગર્લ સ્કૂલને પણ ધમાકાથી ઉડાવવામાં આવી હતી.
5. 5 જુલાઇ 1992માં અને 24 જુલાઇ 1993માં પણ આતંકીઓએ ધમાકો કરી અને આગ લગાવી સ્કૂલને નુક્શાન પહોંચાડ્યું હતું.

English summary
1990s are back jk as terrorists go on rampage targeting schools
Please Wait while comments are loading...