For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી કૌભાંડ કેસમાં કોર્ટમાં હાજર થયા અનિલ અંબાણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઑગસ્ટ : રિલાયંસ ટેલિકમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણી આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક સાક્ષી તરીરે હાજરી આપી હતી. અનીલ અંબાણી તેમના અન્ય 11 સાથીઓ સાથે કોર્ટમાં હાજરી આપી હતી.

નોંધનીય છે કે દિલ્હીની એક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે અનિલ અંબાણીને સીબીઆઇ કોર્ટ દ્વારા જુબાની માટેના આદેશ પર રોક લગાવવામાં આવે પરંતુ સીબીઆઇ દ્વારા વિરોધ દર્શાવતા આ અરજીને રદ કરી દેવામાં આવી.

2g spectrum
આ મામલામાં સીબીઆઇનું કહેવું છે કે 2008માં ટેલિકોમ લાઇસેન્સ લેનાર સ્વાન કંપની રિલાયંસ ગ્રુપમાં જ આવે છે, આ વાતોનું અનિલ અંબાણી દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અનિલના કોર્ટમાં આવવાથી આ કેસમાં પૂર્વાગ્રહ બની શકે છે પરંતુ કોર્ટનું કહેવું છે કે એવું નહીં થાય.

સીબીઆઇની અરજી પર અનિલ, તેમની પત્ની અને 11 અન્ય લોકોને 2જી મામલે બચાવપક્ષ તરફથી સાક્ષી તરીકે હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ સામે આવ્યા બાદ યુપીએ સરકારની જનતા સામે ભારે ફજેતી થઇ હતી. આ કૌભાંડની તપાસ ચાલી રહી છે. આ ઘોટાળામાં દેશની મોટાભાગની હસ્તીઓના નામ સામે આવ્યા છે.

English summary
Today, Reliance ADAG chairman Anil Ambani will have to appear as a witness before the special court in connection with 2 G spectrum scam case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X