Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દાઉદ આત્મસમર્પણ કરવા ઇચ્છતો હતો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દાઉદ આત્મસમર્પણ કરવા ઇચ્છતો હતો

દાઉદ આત્મસમર્પણ કરવા ઇચ્છતો હતો

ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ મુંબઇમાં થયેલા બોમ્બ વિસ્ફોટના 15 મહિના બાદ આત્મસમર્પણ કરવા ઇચ્છતો હતો પણ સરકારે તેને તેવું કરવા ના દીધું. આ ઘટસ્ફોટ દિલ્હીના પૂર્વ કમિશ્નર અને સીબીઆઇના તત્કાલીન ડિઆઇજી નીરજ કુમારે કરતા ભારે વાદ વિવાદ સર્જાયો હતો.

કાશ્મીરમાં ફરી ગિલાનીએ પાક. ઝંડો ફરકાવ્યો

કાશ્મીરમાં ફરી ગિલાનીએ પાક. ઝંડો ફરકાવ્યો

શુક્રવારે,શ્રીનગરમાં ઓલ પાર્ટી હૂર્રિયત ક્રોંફ્રેસના કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ ત્રાલ વિસ્તારમાં એક રેલીમાં ફરી પાકિસ્તાની ધ્વજ ફરકાવ્યો. વધુમાં આ રેલી દરમિયાન ગિલાનીએ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની અલગ કોલોની બનાવાની વાતને આરએસએસની ચાલ કરાર કરતા કહ્યું કે તેમની માંગો નહીં સ્વીકારાય તો તે જૂનમાં શરૂ થતી અમરનાથ તીર્થ યાત્રામાં અડચણ ઊભી કરશે.

રામદેવબાબા દવાનું નામ બદલશે

રામદેવબાબા દવાનું નામ બદલશે

સંસદમાં પુત્રજીવક દવાના નામ પર મોટા વાદવિવાદ થતા છેવટે રામદેવ બાબાએ આ દવાનું નામ બદલાનું નક્કી કર્યું છે. નોંધનીય છે બાબા પર આરોપ હતો કે તે આ દવાથી લોકોને પુત્ર બાળક પેદા કરવા માટે ભમ્રિત કરે છે જો કે બાબાએ સ્પષ્ટતા પણ આપી હતી કે આ દવાનું આયુવૈદિક નામ જ આ છે અને આ દવા વંધત્વ અટકાવા માટે છે.

અરુણ શૌરી : મોદી મોટી મોટી હાંકે છે

અરુણ શૌરી : મોદી મોટી મોટી હાંકે છે

ભાજપાના વરિષ્ઠ નેતાએ અરુણ શૈરીએ એક અંગ્રેજી સમાચાર ચેનલને આપેલા ઇન્ટવ્યૂમાં મોદી સરકારની આર્થિક નીતિઓ પર ગંભીર ટીકા કરતા કહ્યું છે કે મોદી સરકાર વિકાસની વાતો કરે છે પણ હકીકતમાં કંઇ બદલાયું નથી. વધુમાં તેમણે કહ્યું કે મોદી અને અમિત શાહ મળીને પાર્ટી ચલાવે છે. અને મોદીથી બધા નેતાઓ ડરે છે.

ક્રોંગ્રેસને મળ્યો મોકા મોકા

તો બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા અરુણ શૌરી દ્વારા કરાયેલા આ નિવેદને ક્રોંગ્રેસ પાર્ટીને બોલવાનો મોકો આપી દીધો છે. ક્રોંગ્રેસના નેતા આર.એસ.સૂરજેવાલાએ આ પર ટિપ્પણી કરતા કહ્યું છે કે અરુણ શૌરીના નિવેદને એ વાતની પૃષ્ટી કરી છે કે મોદી સરકાર કેટલીક એકતરફી, નિરંકુશ છે.

મોગા છેડછાડની મામલો

મોગા છેડછાડની મામલો

પંજાબના મોગામાં એક છોકરી અને માંની બસમાં છેડછાડ થતા તે ચાલુ બસમાંથી કૂદી પડી હતી. આ ધટનામાં છોકરીની તો ધટના સ્થળે મૃત્યુ થઇ હતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત માંનો બાધા પુરાણના સિવિલ હોસ્પિટલમાં હાલ ઇલાજ થઇ રહ્યો છે.

મોગામાં જે થયું તે તેમાં ભગવાનની ઇચ્છા હતી

પંજાબના શિક્ષણ પ્રધાને આપ્યું વિવાદાસ્પદ નિવેદન. મોગા બસ છેડછાડ મામલે બોલતા શિક્ષણ પ્રધાન સૂરજીત સિંહે કહ્યું કે દુર્ધટનાને કોઇ રોકી ના શકે, જે પણ થયું તે ભગવાનની ઇચ્છા મુજબ થયું છે.

મોગા મામલે આપે નીકાળી પંજાબમાં વિશાળ રેલી

મોગા મામલે આપે નીકાળી પંજાબમાં વિશાળ રેલી

શુક્રવારે, બાધા પુરાણમાં આપ પાર્ટીના સાંસદ ભગવંત માને મોગા છેડછાડ મામલે વિશાળ વિરોધ રેલી નીકાળીને આ ધટનાનો વિરોધ કર્યો.

ભોપાલમાં અભિનેત્રી જોડે છેડછાડ

ભોપાલમાં અભિનેત્રી જોડે છેડછાડ

શુક્રવારે, ભોપાલમાં અભિનેત્રી ખુશી મુખર્જીએ તે જે હોટલમાં રોકાણી હતી તે હોટલના કર્મચારીઓ દ્વારા તેને કરાયેલી છેડછાડ અંગે પોલિસમાં FIR નોંધાવી.

શ્રીનગરમાં આગ

શ્રીનગરમાં આગ

શુક્રવારે, શ્રીનગરના નાપોરામાં ભીષણ આગ લાગી. ત્યારબાદ ફાયર ફાઇટર્સ અને સ્થાનિક લોકો આગને કાબુમાં લેવાની જહેમત કરી રહ્યા છે.

આગે શ્રીનગરની મુશ્કેલી વધારી

આગે શ્રીનગરની મુશ્કેલી વધારી

શુક્રવારે શ્રીનગરના નાપોરામાં લાગેલી ભીષણ આગે લગભગ અડધા ડઝન ઘરોને બાળીને ખાખ કરી દીધા હતા ત્યારે આ પરિવારજનો બહાર ઊભા રહીને એકબીજાને સાંત્વના આપી રહ્યા છે.

ભારતીય સેનાએ કરી ચીની સેના સાથે બેઠક

ભારતીય સેનાએ કરી ચીની સેના સાથે બેઠક

શુક્રવારે, લડ્ડાકના ચુશુલમાં ભારતીય સેનાએ અંતરાષ્ટ્રિય શ્રમ દિવસ ચીની પીએલએ અધિકારીઓ સાથે બેઠક કરી.

બુંદેલખંડમાં રાજનાથ સિંહ ખેડૂતોને મળ્યા

બુંદેલખંડમાં રાજનાથ સિંહ ખેડૂતોને મળ્યા

શુક્રવારે, બુંદેલખંડ જિલ્લાના બાંદામાં કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ખેડૂતોને મળીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાન મુર્દાબાદના નારા બોલાયા મિર્ઝાપુરમાં

પાકિસ્તાન મુર્દાબાદના નારા બોલાયા મિર્ઝાપુરમાં

શુક્રવારે, મિર્ઝાપુરમાં ભારતના રેસલિંગ ફેડરેશનના કાર્યકર્તાઓએ પાકિસ્તાન દ્વારા નેપાળમાં મોકલાયેલ રાહત સામગ્રીમાં બીફ મસાલો મોકલવા મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વધુમાં કાર્યકર્તાઓએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પૂતળા બાળ્યા.

દાઉદે કદી આવી ઓફર નહતી કરી

ત્યારે આ મામલે ભૂતપૂર્વ સીબીઆઇ ડાયરેક્ટર વિજય રામા રાવે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આવી દાઉદે આત્મસમર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોય તેવી કોઇ જાણકારી મારી પાસે કદી નથી આવી. જો એવું થયું હોત તો અમે તે ઓફરને કદી છોડી ના હોત.

એક મજૂરે કર્યું મજૂરનું સન્માન

એક મજૂરે કર્યું મજૂરનું સન્માન

શુક્રવારે મજૂર દિવસ પર ધનબાદમાં એક મજૂર, કોલસા મજૂરના આ પૂતળાને ફૂલ હાર ચઢાવી રહ્યો છે. નોંધનીય છે કે આ દિવસે અનેક નેતાઓ આ પૂતળા પર ફૂલો ચઢાવવા આવે છે પણ મજૂરોને આવું કરવાનું અને પોતાના માટે ગર્વ અનુભવવાનો મોકો ક્યારેક જ મળતો હોય છે.

મદુરાઇમાં રથયાત્રા

મદુરાઇમાં રથયાત્રા

શુક્રવારે, મદુરાઇમાં મિનાક્ષી સુંદરેશ્વરા મંદિરથી ચીતીરાઇ તેરોત્તમ ઉત્સવ નિમિત્તે રથમાં સવાર થઇમાં મિનાક્ષી દેવીએ નગરયાત્રા કરી. ત્યારે માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તા પર ઉતર્યા.

મોગા બસ છેડછાડ મામલે વિરોધ પ્રદર્શન

સ્થાનિકોએ પંજાબના મોગામાં થયેલ બસ છેડછાડ મામલે વિશાળ રેલી નીકાળીને વિરોધ પ્રદર્શન કર્યું વધુમાં તેમણે બાદલ સરકારનું પૂતળૂ બાળ્યું અને મુખ્યમંત્રીના ફોટાને ચંપલોથી માર માર્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X