For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ વધુ બે ધારાસભ્ય થયા બાગી, સ્પીકર બોલ્યાઃ કોઈ રાજીનામુ નથી સ્વીકાર્યુ

કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશ કુમારે જણાવ્યુ છે કે હજુ સુધી કોઈ પણ ધારાસભ્યનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યુ નથી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશ કુમારે જણાવ્યુ છે કે હજુ સુધી કોઈ પણ ધારાસભ્યનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યુ નથી. વળી, તેમણે જણાવ્યુ કે બુધવારે વધુ બે ધારાસભ્યના રાજીનામા મળ્યા છે. સ્પીકર કુમારે ધારાસભ્યોના રાજીનામા પર કહ્યુ કે એવુ કોઈ કામ નથી કે એમ જ કરી દેવામાં આવે. નિયમો હેઠળ રાજીનામા પર નિર્ણય થશે. રિઝાઈન કરનાર બધા ધારાસભ્યોને હાલમાં 17 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

karnataka

બુધવારે રિઝાઈન કરનાર બે ધારાસભ્યો કે સુધાકર અને એમટીબી નાગરાજ પર કુમારે કહ્યુ કે બીજા ધારાસભ્યોની જેમ પ્રક્રિયા કામ કરશે. બધી પ્રક્રિયાઓનું ધ્યાન રાખીને રાજીનામા પર નિર્ણય થશે. વળી, રાજીનામા આપનાર ધારાસભ્યોનું કહેવુ છે કે તેમના રાજીનામા સ્વીકારવામાં આવે. મામલા વિશે બાગી ધારાસભ્ય સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગયા છે.

કર્ણાટકમાં ગયા એક સપ્તાહથી રાજકીય સંકટ ગરમાયુ છે. કોંગ્રેસ અને જેડીએસના 15 ધારાસભ્ય વિધાનસભા સભ્યપદેથી રાજીનામુ આપી ચૂક્યા છે. જો કે હજુ સ્પીકરે રાજીનામા સ્વીકાર્યા નથી. ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા હોત તો રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બચાવવી મુશ્કેલ જણાઈ રહી છે. રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસઅને જેડીએસના બાગી ધારાસભ્ય મુંબઈની હોટલોમાં રોકાયા છે. બુધવારે મુંબઈમાં પણ પોલિસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે લાંબા સમય સુધી ટકરાવ ચાલુ રહ્યો. જ્યારે કર્ણાટક સરકારમાં મંત્રી ડી કે શિવકુમાર આ ધારાસભ્યોને મળવા મુંબઈ પહોંચી ગયા. પોલિસે ડી કેને હોટલની બહારથી જ ધરપકડ કરી લીધી અને એક ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. તેમની સાથે કોંગ્રેસના ઘણી બીજા નેતા પણ પોલિસ કસ્ટડીમાં છે.

આ પણ વાંચોઃ ભારતે ખાલિસ્તાન સમર્થિત સંગઠન 'સિખ ફૉર જસ્ટીસ' પર લગાવ્યો પ્રતિબંધઆ પણ વાંચોઃ ભારતે ખાલિસ્તાન સમર્થિત સંગઠન 'સિખ ફૉર જસ્ટીસ' પર લગાવ્યો પ્રતિબંધ

English summary
2 more MLAs resign Karnataka Assembly Speaker Ramesh Kumar I have not accepted any resignation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X