For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંદીપોરા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર, ભાજપના નેતાની હત્યાનો આરોપ

જમ્મુ -કાશ્મીરના બાંદીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને હજૂ પણ શંકા છે કે કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે, તેથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : જમ્મુ -કાશ્મીરના બાંદીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને હજૂ પણ શંકા છે કે કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે, તેથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા છે.

Bandipora encounter

એક આતંકવાદી પર ભાજપના નેતાની હત્યા કરવાનો આરોપ હતો

એક આતંકવાદી પર ભાજપના નેતાની હત્યા કરવાનો આરોપ હતો

એન્કાઉન્ટર વિશે માહિતી આપતા આઈજીપી કાશ્મીર પોલીસ વિજય કુમારે કહ્યું કે, માર્યા ગયેલા 2 આતંકીઓમાંથી એક કાશ્મીરનો હતો અને બીજો પાકિસ્તાનથી આવ્યોહતો. વિજય કુમારે કહ્યું કે તેમાંથી એક ભાજપના દિવંગત નેતા વસીમ બારીની હત્યાનો પણ આરોપી હતો.

2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની શંકા છે

2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની શંકા છે

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ સવારથી બાંદીપોરાના વટનિરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું.

સુરક્ષા દળોએ અહીં 2-3 આતંકીઓને ઘેરી લીધા હતા. આ ઓપરેશન આર્મી અને રાજ્ય પોલીસની 14 રાષ્ટ્રીય રાઇફલ્સના એકમો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએઆતંકવાદીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

ગુપ્ત માહિતીના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળોને વટનિરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી, જેના આધારે પોલીસ અને સેનાના જવાનોએ વિસ્તારમાં પહોંચીનેસર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સૈનિકોએ આતંકવાદીઓને ઘેરી લીધા અને કેટલાક કલાકો સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.

ઉરીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા

ઉરીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળોએ બે દિવસ પહેલા ઉરી સેક્ટરમાં મોટી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. ગુરુવારના રોજ ભારતીય સેનાએ એલઓસી પર ઉરી નજીકરામપુર સેક્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ પીઓકેથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.

સેનાએ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓપાસેથી 5 AK-47 રાઇફલ્સ, 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ પહેલા શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી પણ માર્યો ગયો હતો. આતંકવાદીનીઓળખ અનાયત અશરફ ડાર તરીકે થઈ હતી.

English summary
Security forces have killed two militants in an ongoing encounter in Bandipora, Jammu and Kashmir. Security forces still suspect that some militants are hiding, so a search operation is being conducted in the area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X