મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ જગ્યાએ 20 લોકોના મોત, અડધાથી વધારે ડુબ્યા
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગણેશ વિસર્જન પ્રસંગે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જેમાંથી 14-15 લોકો નદી કે કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગણેશ વિસર્જન પ્રસંગે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જેમાંથી 14-15 લોકો નદી કે કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટથી શરૂ થયેલો 10 દિવસનો ગણેશ ઉત્સવ શુક્રવારે તેમની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થયો હતો.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે વર્ધા જિલ્લાના સાવંગીમાં ત્રણ લોકો ડૂબી ગયા છે, જ્યારે દેવલીમાં એક વ્યક્તિનું મોત થયું છે. યવતમાલ જિલ્લામાં પણ મૂર્તિ વિસર્જન દરમિયાન બે લોકોના મોત થયા છે. અહેમદનગર જિલ્લાના સુપા અને બેલવંડીમાં અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો ડૂબી ગયા, જ્યારે જલગાંવમાં પણ બે લોકોના મોત થયા.
રાયગઢ જિલ્લાના પનવેલ ખાતે એક સરઘસ દરમિયાન વીજળી પડતાં નવ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે વડઘર કોલીવાડા ખાતે પાવર જનરેટરનો કેબલ તૂટી જતાં આ ઘટના બની હતી. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
10-દિવસીય ઉત્સવ શુક્રવારે પૂરો થયા બાદ શનિવારે સવાર સુધી મુંબઈના વિવિધ જળાશયોમાં ભગવાન ગણેશની 38,000 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ હજુ પણ વિસર્જનની સરઘસ ચાલી રહી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
