For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014 લોકસભા ચુંટણી: નરેન્દ્ર મોદી VS રાહુલ ગાંધી ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: જયપુરમાં શુક્રવારે યોજાયેલી ચિંતન શિબિરમાં જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીજનોને એકજુટ રહેવાની શિખામણ આપી છે, તો બીજી તરફ પાર્ટીના નેતાઓને સર્વસંમતિથી રાહુલ ગાંધી 2014ની ચુંટણીમાં વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવાની માંગણી કરી હતી. આ દરમિયાન શુક્રવારે દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચુંટણીમાં ભાજપના ચુંટણી પ્રચારનું નેતૃત્વ કરી શકે છે.

રજકીય ઘટનાક્રમોને જોતાં સ્પષ્ટ થાય છે કે 2014ની સામાન્ય ચુંટણી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે થવાની સંભાવના છે. ચિંતન શિબિરના બીજા દિવસે ચર્ચા શરૂ થતાં પહેલાં પાર્ટીના વરિષ્ટ નેતા વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધી પહેલાંથી જ અમારા નેતા છે, અમારે પાસે એક સ્થિર નેતૃત્વ છે, જેનું અમને ગર્વ છે.' તેમને કહ્યું હતું કે 'કોંગેસમાં હંમેશાથી સ્થિર નેતૃત્વ રહ્યું છે અને જો પાર્ટી તથા જનતા વચ્ચે સંવાદમાં કોઇ કમી આવી હોય તો તેને દૂર કરવામાં આવશે.

મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે 'પાર્ટી સંપુર્ણ રીતે રાહુલ ગાંધી સાથે છે, પરંતુ પાર્ટીમાં મોટી ભૂમિકા ભજવનારને લઇને તે પોતે જ નિર્ણય કરશે. અમારા માટે જનતાનું સશક્તિકરણ પ્રાથમિકતા છે અને તે દિશામાં કામ કરી રહ્યાં છીએ.' મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે ભાજપ આ પ્રકારની ચિંતન શિબિરનું આયોજન કરી ના શકે કારણ કે તે રાષ્ટ્રીય સ્વંય સંધની કઠપુતળી છે.'

narendra-rahul

ચિંતન શિબિરમાં શુક્રવારે 'રાજકીય પડકારો' વિષય પર ગઠિત ચર્ચા સમૂહ રાજમાં રાજ બબ્બર સહિત કેટલાય સભ્યોએ રાહુલ ગાંધીને લોકસભા ચુંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગણી કરી હતી.

બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હવે દિલ્હી આવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના કદાવર નેતા નરેન્દ્ર મોદી 2014ની ચુંટણીમાં ભાજપના ચુંટણી પ્રચારના અભિયાનની કમાન સંભાળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર જો નરેન્દ્ર મોદી ભાજપના ચુંટણી અભિયાનનું નેતૃત્વ કરશે તો સ્પષ્ટ છે કે પાર્ટીનો મુખ્ય ચહેરો બની જશે. જેથી તેમના વડાપ્રધાન પદના ઉમેદવારે વધુ જોર મળશે અને શક્ય છે કે તેમની વડાપ્રધાન પદની મહાત્વાકાંક્ષા પણ પુરી થઇ જાય.

ભાજપના સૂત્રોનો દાવો છે કે નરેન્દ્ર મોદીને લોકસભાની ચુંટણી દરમિયાન પાર્ટી અભિયાનના પ્રભારી બનાવવાના નિર્ણયને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) દ્રારા પણ સમર્થન મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત કરવામાં આવી શકે છે. કૌભાંડોના વિવાદોમાં ઘેરાયેલા નિતિન ગડકરીને પાર્ટી અધ્યક્ષ વિના કાર્યકાળ મળી શકે તેમ પણ માનવામાં આવે છે.

સૂત્રોએ એ પણ દાવો છે કે કદાવર નેતા નરેન્દ્ર મોદી પાર્ટીમાં આ મહત્વપૂર્ણ જવાબદારીની સાથે-સાથે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ કામ કરશે. એવું માનવામાં આવે છે કે આરએસએસ આ અંગે અંદાજો લગાવી રહ્યું છે અને સાથે સાથે રાજકીય મોરચા પર સંતુલન બનાવવા પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં દમદાર રીતે ભાજપ સતત ત્રીજી વાર સરકાર બનાવી છે. હવે પાર્ટીમાં ચર્ચા થઇ રહી છે કે આમાગી ચુંટણીને ધ્યાનમાં રાખતાં નેતૃત્વના મુદ્દાને જલદી જ ઉકેલવામાં આવે. આવી માંગણીઓના ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદીને જ ભાજપમાં વડાપ્રધાન પદના સૌથી પ્રબળ અને દમદાર ઉમેદવાર માનવામાં આવે છે.

English summary
Sonia Gandhi addressed her party members Friday in ‘Chintan Shivir’, a unanimous demand to declare Rahul Gandhi as the PM candidate for the 2014 General Elections was put forth by the party leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X