1977 કરતા વધું મહત્વની 2014ની ચૂંટણીઃ લૉર્ડ મેઘનાદ

By Super
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 માર્ચઃ અર્થશાસ્ત્રી લૉર્ડ મેઘનાદ દેસાઇએ કહ્યું કે, હાલની લોકસભા ચૂંટણી 1977ની સામાન્ય ચૂંટણી કરતા વધારે મહત્વપૂર્ણ છે, જ્યારે પહેલીવાર દેશમાં કોંગ્રેસ શાસનનો અંત આવ્યો હતો. દેસાઇએ કહ્યું કે, પહેલીવાર આઝાદી બાદ જન્મેલી કોઇ વ્યક્તિ વડાપ્રધાન બનવા જઇ રહી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરી રહ્યાં હતા, જન્મ 1950માં થયો હતો.

election-2014
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પૂર્વ પ્રોફેસર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી દેસાઇએ કહ્યં કે, આ ચૂંટણી 1977ની ચૂંટણી કરતા ઘણી મહત્વપૂર્ણ છે, જ્યારે ભારતની અવધારણા જોખમમાં હતી. દેસાઇ તથા અન્ય વિશેષજ્ઞોએ એમ પણ કહ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા ચર્ચા મુદ્દાઓ પર નહીં પરંતુ વ્યક્તિ પર કેન્દ્રિત થઇ ચૂકી છે. દેસાઇ અને સુધીરચંદ્ર કુલકર્ણી નવી દિલ્હી ઇન્ડિયા હૈબિટૈટ સેન્ટરમાં લોકતંત્ર પર આયોજિત એક ચર્ચામાં મુખ્ય વક્તા હતા. વક્તાઓએ પત્રકાર હિંડોળ સેનગુપ્તાના પુસ્તક ‘મતદાન સે પૂર્વે જાનને ઓર બહસ કરને કે લીએ 100 બાતે'નું વિમોચન કર્યું.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ કુલકર્ણીએ કહ્યું કે, આ ચૂંટણી વ્યક્તિ કેન્દ્રિત થઇ ચૂકી છે. મુદ્દા પાછળ છૂટી ગયા છે. કુલકર્ણીએ 2009માં લાલ કૃષ્ણ અડવાણીએ વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં રજૂ કરીને ભાજપ દ્વારા લડવામાં આવેલી ચૂંટણીમાં સલાહકારની ભૂમિકા અદા કરી હતી. કુલકર્ણીએ સંભાવના વ્યક્ત કરી છે કે આ વખતે કેન્દ્રમાં ભાજપની સરકાર બની શકે છે. તેમણે કહ્યું કે, લોકો પરિવર્તન ઇચ્છે છે. યુપીએને ત્રીજી તક મળવાની નથી. પૂર્ણ સંભાવના છે કે મોદીની સરકાર બનશે, પરંતુ ભાજપે પ્રશાસન પર ધ્યાન આપવું પડશે.

દેસાઇએ કહ્યું કે, ભારત અનેક રાષ્ટ્રોનું એક રાષ્ટ્ર છે અને ચૂંટણીથી તેને એક ઓળખ મળે છે. ચૂંટણી ચર્ચમાં મુદ્દાઓના અભાવનો ઉલ્લેખ કરતા કૃષિ અને ખાદ્ય કાર્યકર્તા દેવેન્દ્ર શર્માએ કહ્યું કે સંપૂર્ણ ધ્યાન જીડીપી અને બદલાવ પર કેન્દ્રિત છે. જીડીપીથી એ જાણવા મળતું નથી કે બધુ સારું છે. વિકાસ દર જ્યારે 8-9 ટકા હતા, ત્યારે પણ બેરોજગારી હતી.

English summary
The coming Lok Sabha election "is more crucial" than the 1977 election that for the first time ended the Congress rule nationally, economist Lord Meghnad Desai has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X