ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દિલ્હીમાં પાકિસ્તાનના NSAને મળશે શબ્બીર શાહ

દિલ્હીમાં પાકિસ્તાનના NSAને મળશે શબ્બીર શાહ

હુર્રિયત નેતા શબ્બીર શાહ અને જેકેએલએફના બે સદસ્ય આજે દિલ્હી જવા શ્રીનગર હવાઇમથક પર પહોંચી ગયા છે. રવિવારે શબ્બીર શાહ પાકિસ્તાન હાઉસમાં પાકિસ્તાની એનએસએ પ્રમુખ સરતાઝ અજીઝને મળશે. જો કે તે પહેલા આશંકા સેવાઇ રહી છે કે તેમની ધરપકડ કરવામાં આવે.

આતંકવાદ અને વાતચીત એક સાથે સંભવ નથી: રાજનાથ

આતંકવાદ અને વાતચીત એક સાથે સંભવ નથી: રાજનાથ

કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટતા આપી કે પાકિસ્તાન સાથે ખાલી આતંકવાદ મુદ્દા પર જ ચર્ચા થવાની છે. ભારત કોઇ વાર્તાની પાછીપાની કરવા નથી ઇચ્છતું. બસ પાકિસ્તાન આતંકવાદ મામલે જ ભારત જોડે ચર્ચા કરે.

કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો પાક.માં ધુસીને દાઉદને પકડી પાડો

કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો પાક.માં ધુસીને દાઉદને પકડી પાડો

દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનમાં જ છે તેવા પુરાવા બહાર આવતા એનડીએની સહયોગી પાર્ટી શિવસેનાના નેતા સંજય રાઉતે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેન્દ્ર સરકારમાં જો હિંમત હોય તો તે દાઉદને પાકિસ્તાનમાં ધૂસીને પકડી લાવે. વળી સંજયે કહ્યું કે પાકિસ્તાન આ વાર્તા દ્વારા અનેક વાર ભારતને નીચો પાડી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે શિવસેના હંમેશા ભારત અને પાકિસ્તાનના વચ્ચે થતી વાતચીતના વિરોધમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓગસ્ટ કરશે મનની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓગસ્ટ કરશે મનની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓગસ્ટે રેડિયો પર તેમનો કાર્યક્રમ મન કી વાતને સંબોધિત કરશે. ત્યારે રક્ષાબંધન બાદ તેમના આ કાર્યક્રમમાં મહિલાઓના અધિકારોને વાચા આપવાનો પ્રયાસ થશે તેવું લાગી રહ્યું છે.

આપ વિધાયક કમોન્ડો સુરિંદર સિંહની ધરપકડ

આપ વિધાયક કમોન્ડો સુરિંદર સિંહની ધરપકડ

શુક્રવારે, આમ આદમી પાર્ટીના વિધાયક કમાન્ડો સુરિંદર સિંહને દિલ્હી પોલિસે ધરપકડ કરી છે. નોંધનીય છે કે તેમની વિરુદ્ઘ એસસી/એસટી હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેમણે એનડીએમસી કર્મચારી સાથે મારપીટ અને અભદ્ર ટિપ્પણી કરી છે તેવો આરોપ છે. જે બાદ તેમનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યો છે.

આસામ: કોકરાઝારમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ બની વિકટ

આસામ: કોકરાઝારમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ બની વિકટ

આસામના કોકરાઝાર વિસ્તારમાં સતત થઇ રહેલા વરસાદે સામાન્ય જનજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધું છે. અને પૂરની પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે. સેના દ્વારા જ્યાં બચાવ કામગિરી ચાલું છે ત્યાર હજી પણ અનેક જગ્યાએ લોકો મદદની રાહ જોતા બેઠા છે.

બીબીએમપી મતદાન માટે વેંકૈયા બેંગ્લુર પહોંચ્યા

બીબીએમપી મતદાન માટે વેંકૈયા બેંગ્લુર પહોંચ્યા

બૃહત બેંગલુરુ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે આજે કેન્દ્રિય પ્રધાન વેંકૈયા નાયડૂ અને ક્રોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદ બેંગ્લૂરુ પહોંચ્યા જ્યાં તેમણે મતદાન કર્યું.

મોદીને મળીને બલવંતે પહેરી ચંપલ

મોદીને મળીને બલવંતે પહેરી ચંપલ

શુક્રવારે, રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી બલવંત કુમાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જે બાદ તેમણે ચપ્પલ પહેર્યા હતા. નોંધનીય છે કે તેમણે જ્યાં સુધી મોદી વડાપ્રધાન ના બને ત્યાં સુધી ચંપલ ન પહેરવાનું પ્રણ લીધુ હતું. જે બાદ શુક્રવારે મોદીની હાજરીમાં તેમણે ચંપલ પહેર્યા હતા. જો કે મોદીએ બલવંતને સલાહ આપી હતી આવી પ્રતિજ્ઞા લેવાના બદલે તે દેશના હિત અને વિકાસની મદદરૂપ થાય તેવી પ્રતિજ્ઞા લે અને આવા શારીરિક કષ્ટ ના વેઠે.

દિલ્હી એરપોર્ટ પર શબ્બીર શાહને કસ્ટડીમાં લેવામાં આવ્યા

દિલ્હી એરપોર્ટ પર શબ્બીર શાહને કસ્ટડીમાં લેવામાં આવ્યા

પાકિસ્તાનના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર સાથે વાતચીત કરવા આવેલ પાકિસ્તાનના અલગાવવાદી નેતા શબ્બીર શાહને દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ કસ્ટડીમાં લેવામાં આવ્યા. સાથે જ તેમના અન્ય બે પ્રતિનિધિઓને પર કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યારે કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એરપોર્ટની સુરક્ષા પણ વધારવામાં આવી હતી.

આગરાની એક દિવાલ પર લખાયું ISIS આવી રહ્યું છે

આગરાની એક દિવાલ પર લખાયું ISIS આવી રહ્યું છે

ઉત્તર પ્રદેશના આગરાની બજારમાં એક દિવાર પર ઉર્દૂમાં સંદેશો લખવામાં આવ્યો છે કે આતંકી સંગઠન આઇએસઆઇએસ આવી રહ્યું છે. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થયેલી જોવા મળી.

શ્રીનગરમાં લહેરાયા ISIS અને પાકના ધ્વજ

શ્રીનગરમાં લહેરાયા ISIS અને પાકના ધ્વજ

શ્રીનગરના જામા મસ્જિદ પાસે આવેલ વિસ્તારમાં રહેણાંક મકાન પર પાક. અને આઇએસઆઇએસના ધ્વજને ફરી એક વાર લહેરાવવામાં આવ્યા. માનવામાં આવી રહ્યું છે કે અલગાવવાદી નેતાઓની ધરપકડના વિરોધમાં આમ કરવામાં આવ્યું છે.

આ મોસ્ટ વોન્ટેડ આરોપીને શોધવામાં સરકારની મદદ કરો

આ મોસ્ટ વોન્ટેડ આરોપીને શોધવામાં સરકારની મદદ કરો

શુક્રવારે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બે લોકોના ફોટા જાહેર કર્યા છે. જે લશ્કર એ તોયબાના આતંકીઓ છે. ત્યારે સરકારે આ આંતકીઓ પર 10 લાખ અને પાંચ લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. ત્યારે આ અપરાધીઓને શોધવામાં સરકારની મદદ કરો. આ આરોપી ઉધમપુરમાં આતંકી હુમલા સાથે જોડાયેલા છે.

કુલમર્ગમાં સ્થાનિકો અને પોલિસ વચ્ચે થઇ અથડામણ

કુલમર્ગમાં સ્થાનિકો અને પોલિસ વચ્ચે થઇ અથડામણ

શુક્રવારે, દક્ષિણ કાશ્મીરના કુલમર્ગમાં સ્થાનિકો દ્વારા પોલિસ પર પથ્થરમારો થતા પોલિસે ટિયરગેસના સેલ છોડી ભીડને ભગાડી હતી.

દિલ્હીમાં વરસાદની એક સાંજ

દિલ્હીમાં વરસાદની એક સાંજ

શુક્રવારે, દિલ્હીમાં રાજપથ વિસ્તારમાં વરસતા વરસાદની આ તસવીર.

ભુવનેશ્વરમાં પાચિકા યુનિયનના મજૂરો હડતાલ પર

ભુવનેશ્વરમાં પાચિકા યુનિયનના મજૂરો હડતાલ પર

શુક્રવારે, ભુવેનેશ્વરમાં પાચિકા મિડ ડે મીલના ઉત્પાદકો AITUCના બેનર હેઠળ તેમની વિવિધ માંગણીઓ સાથે વિરોધ રેલી કરી.

કોલકત્તામાં SFIના કાર્યકરો મમતા સામે કર્યું વિરોધ પ્રદર્શન

કોલકત્તામાં SFIના કાર્યકરો મમતા સામે કર્યું વિરોધ પ્રદર્શન

શુક્રવારે, કોલકત્તામાં એસફીઆઇ કાર્યકરો પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી મુલાકાત પર હતા ત્યારે પોતાની વિવિધ માંગો સાથે દેખાવો કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X