રાજસ્થાનઃ મેરેજ હોલની દિવાલ તૂટી પડતાં 25ની મોત, 26 ઘાયલ

Written By:
Subscribe to Oneindia News

રાજસ્થાન ના ભરતપુરમાં એક મેરેજ હોલની દિવાલ તૂટી પડતાં લગ્નનો ઉત્સાહ શોકમાં ફેરવાયો હતો. વાવાઝોડું ફુંકાતા મેરેજ હોલની દિવાલ અને છત તૂટી પડી હતી, લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલ મહેમાનો દિવાલ નીચે દબાઇ ગયા હતા. આ ઘટનામાં 25 લોકોનું મૃત્યુ થયું હતું અને 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

rajsthan

બુધવારે આ વિસ્તારમાં વાતાવરણમાં પરિવર્તન આવતાં અચાનક જ પવન ફુંકાવાની સાથે વરસાદ શરૂ થયો હતો, જેને કારણે આ ઘટના બની. મેરેજ હોલની તૂટેલી દિવાલ નીચે અનેક લોકો દબાઇ ગયા હતા. મોડી રાત સુધી પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે રાહત અને બચાવના કાર્યોમાં વ્યસ્ત રહ્યા હતા.

આઇજી ભરતપુર રેંજ આલોક વશિષ્ઠ અનુસાર, અન્નપૂર્ણા મેરેજ હોલમાં રાત્રે લગભગ સાડા વાગ્યે આ ઘટના ઘટી હતી. તે સમય અહીં લગ્ન સમારંભ યોજાયો હતો. અચાનક જ ઝડપથી પવન ફૂંકાતા મેરેજ ગાર્ડનની દિવાલ અને ટીન શેડ તૂટી પડતાં, મેરેજ હોલમાં હાજર લોકો તેની નીચે દબાઇ ગયા હતા.

English summary
25 dead and 26 injured after wall of a wedding hall collapses in Rajasthan Bharatpur.
Please Wait while comments are loading...