For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસની ઘટનાના વિરોધમાં વાલ્મીકિ સમુદાયના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

હાથરસની ઘટનાના વિરોધમાં વાલ્મીકિ સમુદાયના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાથરસમાં દલિત યુવતી સાથે થયેલ હેવાનિયતની ઘટના બાદ યુપીના ગાઝિયાબાદ જિલ્લામાં વાલ્મીકિ સમુદાયના 236 લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. મામલા ગાજિયાબાદના કરહૈડા ગામનો છે, જ્યાં વાલ્મીકિ સમુદાયના લોકોએ પોતાની સાથે ભેદભાવ અને જાતીય ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને ડૉ બીઆર આંબેડકરના પરપોતા રાજરત્ન આંબેડકરે તેમને ધર્મની દીક્ષા અપાવી. બૌદ્ધ ધર્મમાં સામેલ થનાર આ તમામ લોકોએ ગૌતમ બુદ્ધની 22 પ્રતિજ્ઞાઓ પણ વાંચી.

buddha

ધી પ્રિન્ટના અહેવાલ મુજબ બૌદ્ધ ધર્મમાં સામેલ થયેલ આ લોકોએ આરોપ લગાવ્યો કે તેમના ગામમાં સવર્ણ સમાજના લોકો બહુસંખ્યક છે, જે કારણે તેમની સાથે ભેદભાવ કરવામા આવે છે. ગ્રામીણોએ જણાવ્યું કે કરહૈડા ગામમાં કુલ 9000 લોકોની વસ્તી છે, જેમાંથી 5000 લોકો સવર્ણ સમાજથી છે, 2000 લોકો વાલ્મીકિ સમાજથી અને અન્ય 2000 લોકો બહારથી આવ્યા છે. વાલ્મીકિ સમાજના લોકોએ એમ પણ જણાવ્યું કે તેઓ ઘણા દિવસથી આ બધું સહી રહ્યા હતા, પરંતુ હાથરસમાં તેમના સમુદાયની છોકરી સાથે જે કંઈપણ થયું અને આ મામલે પ્રશાસને જેવી રીતનું વલણ અપનાવ્યું, તે બાદ તેમની ધીરજ ટૂટી અને તેમણે હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવવાનો ફેસલો લઈ લીધો.

હિન્દુ સમાજના લોકો અમને અપનાવતા નહોતા

પવન વાલ્મીકિ નામના શખ્સે કહ્યું કે, હાથરસની ઘટના બાદ યોગી સરકારમાં અમારો ભરોસો નથી રહ્યો. હિન્દુ સમાજના લોકો અમને ખુદના નથી માનતા અને મુસ્લિમ સમાજ અમને ક્યારેય સ્વીકારશે નહિ. હાથરસમાં જે થયું, તે બાદ અમને અહેસાસ થઈ ગયો કે સરકાર અમને ક્યારેય નહી સ્વીકારે અને અમારી મદદ ક્યારેય નહિ કરે. તો અમારી સામે શું વિકલ્પ બચે છે?

હાથરસ: પીડિત પરીવાર અને અધિકારીઓના લેવાયા નિવેદન, 2 નવેમ્બરે સુનવણીહાથરસ: પીડિત પરીવાર અને અધિકારીઓના લેવાયા નિવેદન, 2 નવેમ્બરે સુનવણી

English summary
236 members of the Valmiki community converted to Buddhism over hathras incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X