For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકસીત ગુજરાતના દરેક નાગરિકના માથે 26000નું દેવું : દિગ્વિજય સિંહ

|
Google Oneindia Gujarati News

digvijay-singh
શાજાપુર (મધ્યપ્રદેશ) / નવી દિલ્હી, 15 એપ્રિલ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના વિકાસના મોડેલની ભાજપના સહયોગી પક્ષ જનતા દળ (યુ) અને કોંગ્રેસે મજાક ઉડાવી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશના શાજાપુરમાં પત્રકારોને જણાવ્યું કે "જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત રાજ્ય પર રૂપિયા 46000 કરોડનું દેવું હતું. પરંતુ આજે તે વધીને 1.72 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે."

દિગ્વિજય સિંહે આગળ જણાવ્યું કે "નરેન્દ્ર મોદી જેને વિકસીત ગુજરાત ગણાવે છે તે ગુજરાતમાં દરેક નાગરિકના માથે રૂપિયા 26000નું દેવું છે. મોદી વર્ષ 2001થી ગુજરાતના મુખ્યમંત્રી છે." બીજી તરફ હવે ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે કદાવર નેતા બનેલા નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે એ બાબત ખૂબ મહત્વ ધરાવે છે કે કોઇ રાજ્યએ પોતાની વિકાસ યાત્રા ક્યાંથી શરૂ કરી છે.

નીતિશ કુમારે સીધે સીધું કોઇનું નામ લીધા વગર દિલ્હીમાં યોજાયેલી જદયુની બેઠકમાં જણાવ્યું કે "જ્યારે વિકસીત રાજ્ય આગળ વધે છે ત્યારે અનેક લોકો તેને વિકાસ તરીકે સ્વીકારે છે. પણ વાસ્તવમાં તે પાછા પડી રહ્યા હોય છે. જો વાસ્તવમાં વિકાસ થયો હોય તો તેની ચર્ચા થવી જોઇએ. બિહારના વિકાસની અલગ વાર્તા છે."

વિકાસના દાવાઓ માટે મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે જણાવ્યું કે પ્રગતિની તમામ ચર્ચાઓ છતાં પાયાની હકીકત એ છે કે ગુજરાતનો દરેક નાગરિક રૂપિયા 26000ના બોજ હેઠળ દબાયેલો છે. આ આંકડાએ વિકાસના મુદ્દે નરેન્દ્ર મોદીના તમામ દાવાઓને પોકળ સાબિત કરી દીધા છે. વિકસીત કહેવાતા ગુજરાતમાં સમાનતાના મામલે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘણું અંતર છે. આ રાજ્યમાં આજે પણ દલિતોને નદીઓમાંથી પાણી લેતા રોકવામાં આવે છે.

English summary
26000 debt on each citizen of developed Gujarat : Digvijay Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X