2જીઃ ભાજપે ફરી કર્યો જેપીસીનો બહિષ્કાર

BJP
નવીદિલ્હી, 11 ઑક્ટોબરઃ 2જી સ્પેક્ટ્રમ મામલાની તપાસ કરી રહેલી જેપીસીમાં સામેલ ભાજપ સભ્યોએ ગુરુવારે બેઠકો બહિષ્કાર કર્યો. પ્રધાનમંત્રી અને નાણામંત્રીને સાક્ષી તરીકે બોલાવવાની માંગ પૂર્ણ નહીં કરવામાં આવતા ભાજપના સભ્યોએ આ પગલું ભર્યું છે.

જેપીસીમાં સામેલ ભાજપના છ સભ્યો, યશવંત સિન્હા, જસવંત સિંહ, ગોપીનાથ મુંડે, હરિન પાઠક, રવિ શંકર પ્રસાદ અને ઘર્મેન્દ્ર પ્રધાન બેઠકમાં સામેલ થયા નથી. ગઇ બેઠકમાં પણ તેમણે વોક આઉટ કર્યું હતું. સિન્હાએ ભાજપના સભ્યો તરફથી સમિતિ અધ્યક્ષ પીસી ચાકોને આકરા શબ્દોમાં મોકલેલા પત્રમાં પાર્ટીએ વિરોધનો સ્વિકાર કર્યો હતો.

પાર્ટીનો આરોપ છે કે ચાકો અલોકતાંત્રિક રીતે વર્તી રહ્યાં છે. પત્રમાં કહ્યું છે કે જુલાઇની બેઠકમાં ભાજપે માંગ કરી હીત કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને નાણામંત્રી પી. ચિદમબરમને સમિતિ સમક્ષ બોલાવવામાં આવે. આ બેઠકમાં પણ અમે એ માંગનું પુનઃ કહી હતી, જેથી યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી શકાય. તેથી સમિતિ તરફથી પ્રધાનમંત્રી અને નાણામંત્રીના નિવેદન નોંધવાની વાત કહી. નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રધાનમંત્રી અને નાણામંત્રીની મહત્વપૂર્ણ ભૂમિકાના કારણે સમિતિ સમક્ષ તેમનું હાજર રહેવું જરૂરી છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક એવા પ્રશ્નો છે, જેમના જવાબો માત્ર આ બે જ આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X