For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી કેસના સાક્ષી બનશે અનિલ અને ટીના અંબાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જુલાઇ: 2જી કેસમાં પટિયાલા હાઉસની વિશેષ કોર્ટે શુક્રવારે સીબીઆઇની અરજી પર રિલાયન્સના અનિલ અંબાણી અને ટીના અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની પરવાનગી આપી દિધી છે. અનિલ અને ટીના અંબાણીને કોર્ટમાં હાજર થઇને હવે આ કેસમાં સાક્ષી આપવી પડશે. સીબીઆઇએ બંનેને સાક્ષી તરીકે રજૂ કરવાની પરવાનગી આપી દિધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન વકીલ યૂયૂ લલિતે કહ્યું હતું કે અનિલ અંબાણીને સ્વાન ટેલિકૉમમાં રિલાયન્સ એડીએજી કંપનીઓ 990 કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરવા વિશે જાણ હતી. અનિલ અંબાણી એડીએજીના ચેરમેન છે.

anil-ambani

તેમની કંપની રિલાયન્સ ટેલિકૉમના ત્રણ સીનિયર અધિકારીઓને 2જી મુદ્દે ધરપકડ કરવામાં આવ્યા હતા. તેમના પર સ્વાન ટેલિકૉમના માધ્યમથી લાયસન્સ પ્રાપ્ત કરવા અને નક્કી કરેલા કોટાથી વધુ સ્પેક્ટ્રમ પ્રાપ્ત કરવાનાના આરોપો છે. તપાસ એજન્સીનું કહેવું છે કે એડીએજી સમૂહના અધ્યક્ષ અનિલ અંબાણી એવા વ્યક્તિ છે, જે રોકાણ સંબંધિત પાસાઓ પર પ્રકાશ પાડી શકશે.

English summary
Reliance ADA Group Chairman Anil Ambani, his wife Tina and 11 others were Friday summoned as prosecution witnesses in the 2G spectrum allocation case by a Delhi court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X