For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્ત બાદ મુંબઇ બ્લાસ્ટના વધુ 3 આરોપીઓને મળી રાહત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yusuf-nalwala
નવી દિલ્હી, 18 એપ્રિલ: અભિનેતા સંજય દત્ત બાદ 1993 મુંબઇ બ્લાસ્ટના વધુ ત્રણ આરોપીઓને સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અલ્તાફ અલી, યુસુફ નલવાલા અને ઇસા મેમણને આત્મસમર્પણ માટે એક મહિનાનો સમયગાળો આપ્યો છે. જો કે કોર્ટે વધુ એક આરોપી યુસૂફ ખાનની અરજીને નકારી કાઢી છે.

આ ચૂકાદાની સાથે જ મુંબઇ બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી કુલ ચાર લોકોને આત્મસમર્પણ કરવા માટે એક મહિનાની મુદ્દત આપી છે, તો બીજી તરફ જુબિનૈસ્સા, ઇશહાક મોહંમદ અને શહરીફ અબ્દુલ દ્રારા ફરીથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ફેંસલો કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે સુપ્રીમ કોર્ટે આ ત્રણેયની અરજીને નકારી કાઢી હતી પરંતુ સંજય દત્તને મુદ્દત આપ્યા બાદ આ ત્રણેય જણે ફરીથી અરજી દાખલ કરી હતી. જૈબુન્નિસા અનવર કાઝી, ઇશહાક મોહંમદ અને શહરીફ અબ્દુલને 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને તેમને 18 એપ્રિલના રોજ આત્મસમર્પણ કરવાનું હતું.

સુપ્રિમ કોર્ટે બુધવારે સંજય દત્તને આત્મસમર્પણ કરવા માટે ચાર અઠવાડિયાની મુદ્દત આપી હતી. મુંબઇ બ્લાસ્ટના આ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને પાંચ વર્ષની સજા થઇ હતી.

English summary
After Sanjay Dutt, three other convicts get four more weeks to surrender in 1993 Mumbai blasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X