For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમની ખુરશી પર થશે 3 ઇડિયટ્સ જેવો હાલ

|
Google Oneindia Gujarati News

political-leaders
(નવીન નિગમ) તમે થ્રી ઇડિયટ્સ ફિલ્મ તો જોઇ હશે તેમા જ્યારે પહેલા સેમીસ્ટરનું પરિણામ આવે છે, તો રસ્તોગી અને ફરહાનને રેન્ચો ફેઇલ થશે તેનો અફસોસ થાય છે, પરંતુ બીજી જ પળે તે ટોપ થયો હોવાની વાત જાણવા મળે છે, તો બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે કે મિત્ર ફેઇલ થઇ જાય તો દુઃખ થાય છે, પરંતુ જો તે ટોપ કરી નાંખે તો તેના કરતા પણ વધારે દુઃખ પહોંચે છે.

ભારતમાં ત્રીજા મોરચાના હિમાયતી નેતાઓના હાલ લગભગ આ જ પ્રકારના છે. ચૂંટણી બાદ જો એનડીએ અને યુપીએ બન્નેમાંથી કોઇને પણ સ્પષ્ટ બહુમત નહીં મળે તો ત્યારે ત્રીજા મોરચાની પરિકલ્પના આકાર લઇ શકે છે અને ત્યારે ત્રીજા મોરચાના સંભવિત પ્રધાનમંત્રીના નામ પર વિચાર થશે, પરંતુ અત્યારથી ઘણા નાના-મોટા નેતાઓ પોતાના નામને પ્રધાનમંત્રી પદ માટે આગળ કરી ચૂક્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના મુલાયમ સિંહ યાદવ, માયાવતી, બિહારના નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ, પશ્ચિમ બંગાળથી મમતા બેનરજીનું નામ ટોચ પર છે. આજે અહીં અમે આ એક-એક નામની વિવેચના કરીશું.

વિવેચના એ વાતની નથી કે તેઓ પ્રધાનમંત્રી કેવી રીતે બનશે, વિવેચના એ વાતની કરવામાં આવી રહી છે કે, તેમના રસ્તામાં અવરોધ કોણ બનશે. કારણ કે ક્ષેત્રીય શક્તિઓના રૂપમાં સ્થાપિત આ નેતાઓ પોતાનાઓની વચ્ચેથી કોઇ સાથીને આગળ વધતો જોવા ઇચ્છૂક નથી.

આ નામો છે.....

મુલાયમ સિંહ યાદવ

ત્રીજા મોરચાની સરકાર બનાવવા પર સૌથી પહેલા જો કોઇ નામ આગળ આવશે તો તે છે મુલાયમસિંહ યાદવ. લોકસભા બેઠકો અનુસાર સૌથી મોટા પ્રદેશની સત્તા પર રહેલી સપાના સુપ્રિમોને પણ ખુરશી નજીક દેખાઇ રહી છે, પરંતુ યુપીમાં સપાની સરકાર જે મુશ્કેલીઓમાં ઘેરાયેલી છે તેનાથી જોવા મળી રહ્યું છે કે મુલાયમ સિંહની પાર્ટીના લોકસભામાં વધારે બેઠકો જીતવાની સંભાવના ઓછી જણાઇ રહી છે. તેમ છતાં માની લેવામાં આવે છે કે ત્રીજો મોરચાની સરકાર બનાવે છે તો તેના કયા-કયા ઘટક હશે અને શું તે મુલાયમને પોતાના નેતા માનવા તૈયાર હશે. ત્રીજા મોરચાની સરકાર બનશે તો તેમણે માયાવતી પણ સામેલ હશે કારણ કે ખરાબથી ખરાબ હાલાતમાં બસપા પણ યુપીમાં 15થી 20 બેઠકો તો લાવશે અને ત્રીજા મોરચાની સરકારમાં મુલાયમ પ્રધાનમંત્રી હોય તે માયાવતીને ક્યારેય પસંદ નહીં પડે.

લેફ્ટ અને ત્રીજા મારચાના અન્ય ઘટક મુલાયમને પ્રધાનમંત્રી બનાવવાને લઇને એટલા આગળ નહીં આવે કે માયાવતી ત્રીજા મોરચાની બહાર થઇ જાય. આ ઉપરાંત ત્રીજા મોરચાની સરકાર ત્યારે બની શકશે જ્યારે બિહારમાં લાલુ પ્રસાદ યાદવને ભારે જીત હાંસલ થાય. એ વાત કોઇનાથી છૂપી રહી નથી કે ગત વખતે મુલાયમ ત્રીજા મોરચાની સરકારમાં પ્રધાનમંત્રી પદની બિલકુલ નજીક પહોંચી ગયા હતા પરંતુ લાલુ તેમને નહીં બનાવવાની વાતને અડી ગયા હતા અને અચાનક દેવગૌડા પ્રધાનમંત્રીના રૂપમાં આગળ આવ્યા. આ રીતે મમતા પણ એ ક્ષણ ભૂલી નહીં હોય કે જ્યારે મુલાયમ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખરા સમયે તેમનો સાથ છોડીને કોંગ્રેસને મળવા ગયા હતા. આ રીતે માયાવતી અને લાલુ બાદ મમતાનું સમીકરણ પણ મુલાયમને પ્રધાનમંત્રીના પદથી અલગ કરે છે અને આ ત્રણેય વ્યક્તિ એવી છે જે પોતાને પ્રધાનમંત્રી બનાવવા માટે આગળ આવશે. તેથી જ્યારે આ મુલાયમ ઉપરાંત અન્ય કોઇને પસંદ કરવા માટે કહીશુ તો તેની વાતને ત્રીજા મોરચાના અન્ય નેતા ખાસ કરીને લેફ્ટ નકારી શકશે નહીં.

માયાવતી

માયાવતીની સામે પણ એ જ સમસ્યા છે જે સમસ્યા મુલાયમસિંહન સામે છે. માયાવતી પીએમ સપા ક્યારેય સાંખી નહીં લે. પાસવાન અને નીતીશ પણ મુલાયમની જેમ માયાવતીનો પુરજોરમાં વિરોધ કરશે અને જો કોંગ્રેસનું બહારથી સમર્થન હશે તો કોંગ્રેસ પણ નહીં ઇચ્છે કે ક્યારેય તેની વોટ બેન્ક રહેલા દલિત હંમેશા માટે બસપા સાથે જતા રહે.

નીતીશ કુમાર

નીતીશ કુમાર રાજગમાંથી ત્યારે બહાર આવશે જ્યારે ભાજપ ઘણુંજ નિરાશાજનક પ્રદર્શન કરશે અને જો ભાજપ ખરાબ પ્રદર્શન કરશે તો નીતીશની પાર્ટી જેડીયુ પણ શ્રેષ્ઠ પ્રદર્શન નહીં કરી શકે. માની લઇએ કે નીતીશ બિહારમાં 19 બેઠકો મેળવી લે છે, તો સૌથી પહેલા ત્રીજા મોરચાના અન્ય ઘટક એ વાત પર અડી જશે કે થોડા દિવસ પહેલા ભાજપ સાથે મિત્રતા રાખનાર વ્યક્તિને પીએમ કેવી રીતે બનાવવામાં આવે. આ ઉપરાંત લાલુ અને પાસવાન ઉપરાંત માયાવતી પણ તેમને પીએમ પદ પર બેસાડવા માટે રાજી નહી થાય. અહીં પણ રેંચોવાળા ફોર્મ્યુલા કામ કરશે હમ નહીં તો તુમ ભી નહીં.

મમતા બેનર્જી

મમતાને પીએમ બનાવવા તો આમ પણ સંભવ નથી, કારણ કે ત્રીજા મોરચાનું સૌથી મોટુ ઘટક જો કોઇ હશે તો તે લેફ્ટ પાર્ટીઓ હશે. આવી સ્થિતિમાં લેફ્ટ મમતાના નામ પર ક્યારેય કોઇ રાજી નહીં થાય. હાં એ વાત અલગ છે કે ચૂંટણી પહેલા જો ત્રીજા મોરચાની રચના થાય છે તો જેમ જનતા દળની સાથે થયું હતું અને મમતાને તેના નેતા પસંદ કરવામાં આવે ત્યારે જ તે પ્રધાનમંત્રીના પદ પર પહોંચી શકતી હતી. ત્રીજા મોરચામાં જો કોંગ્રેસનું બહારથી સમર્થન હાંસલ હોય તો પણ હવે મમતાને કોંગ્રેસના સંબંધ એટલા ખરાબ ચાલી રહ્યા છે કે કોંગ્રેસ પણ મમતાના નામ પર રાજી નહીં હોઇ શકે.

લાલુ પ્રસાદ યાદવ

અહીં રેન્ચોવાલા ફોર્મ્યૂલા ફરીથી લાગુ થાય છે. લાલુ બધા કિલ્લાઓ હાંસલ કરી પણ લે તો નીતીશ, પાસવાન, મુલાયમ, લાલુને પીએમ નહીં બનવા દે અને લાલુ જે આરોપ નરેન્દ્ર મોદી પર લગાવી રહ્યાં છે ચારામાં લાલુ પર પણ સંગીન આરોપ છે તેથી લાલુ પણ પીએમ પદની દોડથી લગભગ બહાર છે અને સૌથી મોટી વાત એ છે કે લાલુ આ હકીકતથી સારી રીતે વાકેફ છે.

આ રીતે લેફ્ટ તરફથી કોઇ નામ આવે છે તો મમતા અડી જશે અને કોંગ્રેસને પણ એ વાત હજમ નહીં થાય. જયલલિતા અને નવીન પટનાયક જાણે છે કે તે આ રેસની દોડમાં જ નહીં રહે. તેથી એ નિશ્ચિત માનીને ચાલીએ કે જો ત્રીજુ નામ આજે પીએમ પદ માટે ઉછળી રહ્યા છે તો પાછળ જતાં રહેશે અને કોઇ એવું નામ સામે આવશે જે અંગે તમે પણ જાણતા પણ નહીં હોય.

English summary
The statements from Mulayam Singh Yadav and Manmohan Singh are creating new political equations. But there will definitely be a situation like 3 idiots after election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X