For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલદીવ અને યુએઈમાં ફસાયેલા લોકો માટે નેવીએ મોકલ્યા 3 જહાજ

માલદીવ અને યુએઈમાં ફસાયેલા નાગરિકોને પાછા લાવવા માટે ભારતે નૌકાદળના ત્રણ જહાજ મોકલ્યા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 33 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી, અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસ વધીને 46433 થઈ ગયા છે તેમજ 12726 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 1568 લોકોના જીવ ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. 3900 નવા કેસ અને 195 લોકોના મોત એક દિવસમાં થયા છે.

ship

કોરોના વાયરસના કારણે માલદીવ અને યુએઈમાં ફસાયેલા નાગરિકોને પાછા લાવવા માટે ભારતે નૌકાદળના ત્રણ જહાજ મોકલ્યા છે. પીટીઆઈના જણાવ્યા મુજબ માલદીવ અને સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)થી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે નૌકાદળે ત્રણ યુદ્ધપોત રવાના થયા છે. યુદ્ધપોતોમાં આઈએનએસ જલાશ્વ, આઈએનએસ મગર અને આઈએનએસ શાર્દૂલ શામેલ છે. ખાડી અને અન્ય દેશોથી ભારતીય નાગરિકોને કાઢવા માટે કુલ 14 યુદ્ધપોત તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા 12974 છે જ્યારે કુલ મોત 548 છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના 5428 કેસ છે અને 290 લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્લીમાં 4549, મધ્ય પ્રદેશમાં 2846, રાજસ્થાનમાં 2886 અને તમિલનાડુમાં 3023 કેસ સામે આવી ચૂક્યા છે.

વળી, મુંબઈમાં કોરોના સંક્રમણને જોતા 17 મે સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવ્યુ છે. બધી બિન જરૂરી સેવાઓ માટે એક કે એકથી વધુ વ્યક્તિઓની અવરજવર(ચિકિત્સા કારણો સિવાય) રાતે 8થી સવારે 7 વાગ્યા વચ્ચે પ્રતિબંધિત રહેશે. મુંબઈ પોલિસે આની માહિતી આપી છે.

આ પણ વાંચોઃ ઠંડીમાં ફરીથી વધશે કોરોના વાયરસનો પ્રકોપ, એઈમ્સના ડાયરેક્ટરે આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ ઠંડીમાં ફરીથી વધશે કોરોના વાયરસનો પ્રકોપ, એઈમ્સના ડાયરેક્ટરે આપ્યુ મોટુ નિવેદન

English summary
3 ships sent to evacuate indians from maldives and usa defence official
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X