કેજરીવાલનું 2 મહિનાનું વીજબિલ 91000 રૂપિયા
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેજરીવાલનું 2 મહિનાનું વીજબિલ 91000 રૂપિયા
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો તેવા અરવિંદ કેજરીવાલના ઘરની વિજળીનું બિલ 91000 રૂપિયા આવ્યું છે. આ ખુલાસો એક RTI દ્વારા બહાર આવ્યો છે. ત્યારે આ મુદ્દે વિપક્ષને સરકાર પર નિશાનો સાધવાનો એક નવો મોકો મળ્યો છે.

લલિત મોદી પર સરકારે લાલ આંખ કરી
છેવટે લલિત મોદી પર એનડીએ સરકારે લાલ આંખ કરી ખરી. સરકારે મોટું પગલું ઉઠાવતા સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને (ED) એક અનુરોધ પત્ર સાથે સિંગાપુર મોકલી. નોંધનીય છે કે લલિત મોદીએ સિંગાપુરની બે કંપનીઓ જોડે કરાર કર્યા હતા. જે પર ઇડીની ટીમ સિંગાપુર જઇ આ બન્ને કંપનીની મોદી સાથે થયેલી લેવડ દેવડની તપાસ કરશે. વધુમાં મોરેશ્યસમાં પણ ઇડીએ આ રીતને તપાસ કરવા જશે.

ભારે મત જીત ગયા અમ્મા
પાંચ રાજ્યોની છ વિધાનસભા સીટો પર કરવામાં આવેલી ઉપચૂંટણીના પરિણામ આજે ધોષિત થઇ. જેમાં ચેન્નઇની મુખ્યમંત્રી જયલલિતાના ભારે મતો સાથે જીત મેળવી છે. ત્યારે તેમના ઘર આગળ AIADMK કાર્યકર્તાઓ અમ્માની જીતનો ભારે ધૂમધામથી હર્ષોઉલ્લાસ મનાવ્યો.

મણિપુર સૈન્ય હુમલાનો માસ્ટમાઇન્ડ પકડાયો
રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)એ સોમવારે મણિપુરના ચંદેલમાં સૈન્ય પર કરાયેલા ગોરિલ્લા અટેકના માસ્ટર માઇન્ડને પકડી પાડ્યો છે. નોંધનીય છે કે 4 જૂને કરાયેલા આ હુમલામાં ભારતના 18 સૈનિકો શહીદ થયા હતા. એનઆઇએએ ખુમલો અબિ અનાને ચંદેલથી પકડી પાડ્યો છે. તે ખાપલાંગ જૂથનો એરિયા કમાન્ડર છે.

ભાજપે વસુંધરા મામલે કર્યો વળતો પ્રહાર
ઘૌલપુરના સરકારી મહેલને ખાનગી કરવાનો આરોપ ક્રોંગ્રેસે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર લગાવ્યો હતો. જેના વળતા પ્રહાર રૂપે જયપુરમાં બીજેપીએ એક પ્રેસકોન્ફર્ન્સ યોજી સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ધૌલપુરના કિલ્લા પર વસુંધરાના પરિવારનો વંશીય હક છે. જે અંગેના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરાયા. વધુમાં ક્રોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે ક્રોંગ્રેસના શાસનમાં જ તેને સરકારી સંપત્તિમાંથી ખાનગી લક્ઝરી હોટલ બનાવાની અનુમતિ મળી છે. તો તે કેવી રીતે થયું?

વિકલાંગોને કેન્દ્રિય નોકરીઓમાં મળી દસ વર્ષની છૂટ
કેન્દ્રિય નોકરીઓ માટે વિકલાંગોની અધિકતમ આયુ સીમામાં દસ વર્ષની છૂટ આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. તે સિવાય પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની પણ આયુસીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

પીએમ દરેક વાતે, કંઇ જવાબ આપતા નહીં બેસે
લલિત મોદી પ્રકરણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનથી જ્યાં વિપક્ષને વાંકુ પડ્યું છે ત્યાં જ કેન્દ્રિય રાજ્ય મંત્રી વી.કે સિંહે વડાપ્રધાનમાં બચાવમાં નિવેદન આપતા કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે વડાપ્રધાન જરૂરથી તમામ સવાલોનો જવાબ આપશે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન દરેક વાતે પ્રતિક્રિયા આપે તે જરૂરી નથી.

અમરનાથના પહેલા દર્શનમાં સામેલ થશે ગૃહમંત્રી રાજનાથ સિંહ
બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બે જુલાઇથી હિમલિંગના પ્રથમ દર્શન શ્રદ્ધાળુઓને કરાવવામાં આવશે. ત્યારે આ પ્રથમ જૂનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ પર સામેલ થશે. ત્યારે અમરનાથ યાત્રાના બેઝ કેમ્પની આ છે એરિયલ તસવીર.

હવે મહારાષ્ટ્રમાં શિક્ષાપ્રધાન વિનોદ તાવડે ફસાયા
પંકજા મૂડે બાદ હવે મહારાષ્ટ્રના શિક્ષા પ્રધાન વિનોદ તાવડે પર કોઇ પણ ઇ ટેન્ડર બહાર પાડ્યા વગર 191 કરોડનો ઠેકો આપવાનો આરોપ લાગ્યો છે. જે પર રાજ્યના નાણાં વિભાગે રોક લગાવીને વિસ્તૃત તપાસનો આદેશ કર્યો છે. તાવડે પર સ્કૂલમાં અગ્નિશામક યંત્રની ખરીદી મામલે કોઇ ઇ ટેન્ડર બહાર પાડ્યા વગર થાણેની એક કંપનની કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે.

જ્યારે બે ભૂતપૂર્વ નેતાઓ મળ્યા ત્યારે
સોમવારે, દિલ્હીમાં યોજવામાં આવેલી ભૂતપૂર્વ અધિકારી એમ.એન બૂચની મેમોરિયલ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો આ ફોટો.

વિદેશી કંપની હિન્દુસ્તાન યુનિલિવર ફેલાવી રહી છે પારાનું પ્રદૂષણ
સોમવારે, મુંબઇમાં હિન્દુસ્તાન યુનિલિવર થર્મોમીટર ફેક્ટરી સામે મર્ક્યુરી પોલ્યુશન ફેલાવવા બદલ તેનો ભોગ બનેલા કેટલાક સ્થાનિક લોકોએ મુંબઇમાં કંપનીના અધિકારીઓ સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુલામ નબી આઝાદના ઘર સામે ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન
ક્રોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાત પર ટિપ્પણી કરી હતી કે મોદી રક્ષાબંધનની બધાઇ આપે છે પણ રમઝાનને ભૂલી જાય છે. જે મામલે દિલ્હીની બીજેપી મહિલા મોર્ચાની મહિલાઓએ તેમના ઘરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન
સોમવારે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પકંજા મૂડે, વસુંધરા રાજે, સુષ્મા સ્વરાજ અને સ્મૃતિ ઇરાનીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ક્રોંગ્રેસે પણ કર્યું બીજેપી વિરુદ્ધ પ્રદર્શન
સોમવારે, દિલ્હીમાં NSUIના કાર્યકર્તાઓએ માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીના રાજીનામાંની માંગ સાથે કર્યું હતું વિરોધ પ્રદર્શન.

જમ્મુમાં સાધુઓએ હેલ્થ ચેકઅપ માટે કરી પડાપડી
સોમવારે, જમ્મુમાં અમરનાથ યાત્રા બેઝ કેમ્પ પર પેરામેડિકલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાબા ભોલેનાથને મળવા આતુર એવા સાધુઓએ મોટી સંખ્યામાં હાજર રહી કરાવ્યું પોતાનું હેલ્થ ચેકઅપ.

ગુડગાંવમાં અતિક્રમણ સાથે ડિમોલિશન ડ્રાઇવ હાથે ધરાઇ
સોમવારે, ગુડગાંવમાં HUDA દ્વારા સરસ્વતી વિહાર વિસ્તાર ખાતે ગેરકાયદેસર અતિક્રમણને તોડી પાડવામાં આવ્યા.

કાગનું પડવું અને ડાળનું ખસવું આને કહેવાય
સોમવારે, જલંધરમાં ભારે વરસાદના કારણે એક ઇમારતની દિવાસ ધસી પડી જેના કારણે ત્યાં ઊભેલી આ કારને મોટું નુક્શાન થયું.

વિજેન્દ્ર સિંહે ભારતીય બોક્સિંગથી લીધો સંન્યાસ
ઓલમ્પિક ચેમ્પિયન બોક્સર વિજેન્દ્ર સિંહે ભારતીય બોક્સિંગને અલવિદા કહ્યું છે. હવે તે પ્રોફે્શનલ બોક્સિંગ કરશે તેવું મનાઇ રહ્યું છે.

ચેન્નઇમાં ચાલી પહેલી મેટ્રો ટ્રેન
સોમવારે ચેન્નઇના મુખ્યમંત્રી જે. જયલલિતાએ ચેન્નઇની પહેલી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી. નોંધનીય છે કે આ ટ્રેનને એક મહિલા મેટ્રોચાલકે ચલાવી હતી. અને લોકોએ પણ મોટી સંખ્યામાં આ મેટ્રો ટ્રેનનો લાભ ઉઠાવ્યો હતો.

જમ્મુમાં ભર દિવસે છવાયું અંધારું, થયો ધોધમાર વરસાદ
સોમવારે, જમ્મુમાં દિવસમાં રાત જેવું વાતાવરણ થયું અને જે બાદ અહીં ભારે વરસાદ થતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા. જેનાથી સામાન્ય જનજીવન ઠેરવાયું હતું.

ઇલેક્ટ્રિક કેબલ વાયરની ક્ષમતા ચકાસી બાળકોએ
સોમવારે, મિર્ઝાપુરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે કેટલાક બાળકોએ ઇલેક્ટ્રિક કેબલ વાયરના જથ્થાને હોડી બનાવી તેની મઝા કંઇક આ રીતે માણી હતી.

ક્રોંગ્રેસે વસુંધરા રાજે અને તેના પુત્ર પર ફરી લગાવ્યો આરોપ
ઘૌલપુર પેલેસ મામલે વસુંધરા રાજે પર એક પછી એક મુસીબતો વધી રહી છે. આ મામલે સ્પષ્ટતા આપ્યા બાદ ફરી એક વાર ક્રોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજે અને તેમના પુત્ર દુષ્યંત પર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ઘૌલપુર મહેલ સરકારી સંપત્તિ છે. જ્યારે મહેલની એક જમીન પર અધિગ્રહણ થયું હતું ત્યારે વસુંધરાના પુત્ર દુષ્યંતે તે અધિગ્રહણના બદલે વળતર પેટે સરકારી તિજેરીથી પૈસા લીધા હતા. જે ખરા અર્થમાં લોકોના પૈસા લૂંટવા સમાન છે.












Click it and Unblock the Notifications
