For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ યાત્રા પર ગયેલા 3000 ગુજરાતીઓ કાશ્મીરમાં ફસાયા

|
Google Oneindia Gujarati News

અમરનાથ યાત્રા કરીને પરત ફરી રહેલી બસ પર પથ્થર મારો થતા લગભગ 150 જેવા ગુજરાતીઓ શ્રીનગરમાં ફસાયા છે. નોંધનીય છે કે અહીંના આતંકી સંગઠન હિબુલ મુઝાહિદીનના મુખ્ય કમાન્ડર બુરહાન વાનીનું સેના સાથેના એક એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે. જે બાદ બાદ અહીં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અને પોલિસ અને સ્થાનિક લોકોની વચ્ચે શ્રીનગર, અનંતનાગ અને દક્ષિણ કાશ્મીરમાં છૂટી છવાયેલી જગ્યાએ પથ્થર મારો અને આગચાંપીના બનાવો થઇ રહ્યો છે.

ત્યારે અમરનાથની યાત્રા પર ગયેલા અનેક ગુજરાતીઓ આ રમખાણોના કારણે હોટલો અને અમુક વિસ્તારોમાં ફસાઇ ગયા છે. જેમાં રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી સમેત જાફરાબાદના અગ્રણ્ય નેતા ચેતનભાઇ સમેત મોટી સંખ્યામાં ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

amarnath yatra

જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલા રમખાણોના જોતા આ લોકોને હોટલમાં ફસાઇ રહેવાનો વારો આવ્યો છે. તો કેટલાક સ્થળોએ કેટલાક ગુજરાતીઓ રસ્તા પર પણ અટવાઇ ગયા છે. જો કે સ્થિતીની ગંભીરતાને જોતા પ્રશાસન પર સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

English summary
3000 gujarati stuck in amarnath yatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X