For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૌડી ગઢવાલમાં થયેલા બસ આકસ્માતમાં 32 લોકોના મોત, 20 ઘાયલ

ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ગત રાત્રે પૌડી ગઢવાલ જિલ્લાના ઘુમકોટના બિરોખાલમાં થયેલા બસ અકસ્માત 32 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડ, 05 ઓકટોબર : ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ગત રાત્રે પૌડી ગઢવાલ જિલ્લાના ઘુમકોટના બિરોખાલમાં થયેલા બસ અકસ્માત 32 લોકોના મોત થયા છે.

pauri gadhval

આ સાથે આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને એસડીઆરએફની ટીમે 21 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યા તેમની સારવાર ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ બસમાં 50 લોકો સવાર હતા.

પૌડી જિલ્લાના ધુમકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિમડી ગામ પાસે બસ ડ્રાઇવરે સ્ટિંયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે કારણે ખીણમાં ખાબકી હતી. આ બસ હરિદ્વાર જિલ્લાના લાલધાંગથી પૌડી જિલ્લાના બિરખાલ બ્લોક જઈ રહી હતી. આ બસ લગ્નની જાન લઇને જઈ રહી હતી.

આ ઘટનાની જાણ થતાં જ ધુમકોટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પહોંચ્યા હતા.

આ સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટર પર જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે : વડાપ્રધાન મોદી.

આ અકસ્માત બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં સર્જાયેલા બસ દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ મોટી ખોટ સહન કરવાની શક્તિ આપે. જેઓ આ અકસ્માતમાં ઘાયલ થયા છે, હું આશા રાખું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.

English summary
32 people died and 20 injured in Paudi Garhwal bus accident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X