કેરલના સબરીમાલા મંદિરમાં નાસભાગ, 35 ઘાયલ

Subscribe to Oneindia News

કેરલના સબરીમાલા મંદિરમાં અચાનક નાસભાગ મચી જતા 35 લોકો ઘાયલ થઇ ગયા છે. 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોમાં મહત્તમ લોકો કેરલની બહારના છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ મંદિર પાસે મલકીપુરમ પાસે આ દુર્ઘટના બની ત્યારબાદ ત્યાં નાસભાગ મચી ગઇ. ઘાયલોને પંપા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અયપ્પા ધર્મ સેનાના અધ્યક્ષ રાહુલ ઇશ્વરના જણાવ્યા મુજબ ઘાયલોમાં વધુ લોકો આંધ્રપ્રદેશના છે જે મંદિરમાં થનારી વિશેષ પૂજામાં સામેલ થવા આવ્યા હતા. દુર્ઘટના બાદ પોલિસે ભીડને નિયંત્રિત કરી છે.

sabrimala

નાસભાગ થવાનું કારણ અત્યાર સુધી જાણી શકાયુ નથી. તમને જણાવી દઇએ કે વર્ષ 2011 માં કેરલના સબરીમાલા મંદિરમાં નાસભાગથી 104 તીર્થયાત્રી માર્યા ગયા હતા. આ મંદિર ગાઢ જંગલો વચ્ચે પહાડી વિસ્તારમાં સ્થિત છે અને મકરસંક્રમ પૂજાના દિવસે અહીં લગભગ એક લાખ લોકો હાજર હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી એક જીપ પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠી અને ભીડમાં ઘૂસી ગઇ ત્યારબાદ ત્યાં અફડાતફડી મચી ગઇ અને 104 થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. વળી, 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

કેરલના પુત્તિંગલ મંદિરમાં પણ એપ્રિલ 2016 માં નાસભાગ મચી જતા 110 થી વધુ લોકોના મોત થયા હતા. મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડામાં આગ લાગવાને કારણે ત્યાં નાસભાગ મચી ગઇ. ત્યારબાદ ત્યાં અફડાતફડીનો માહોલ બની ગયો અને 110 લોકોએ જીવ ગુમાવ્યો.

English summary
35 persons were injured following a stampede at the Sabarimala temple in Kerala. Reports suggest that four are in a serious condition.
Please Wait while comments are loading...