મણિપુરમાં સુરક્ષા બળ પણ હુમલો, 16 જવાન શહિદ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મણિપુરમાં સુરક્ષા બળ પણ હુમલો, 16 જવાન શહિદ

મણિપુરમાં સુરક્ષા બળ પણ હુમલો, 16 જવાન શહિદ

મણિપુરના ચાંડેલ જિલ્લામાં ધાત લગાવીને બેઠાલા ઉગ્રવાદીઓએ સુરક્ષા બળની એક ટુકડી પર હુમલો કર્યો. જેમાં 16 જવાનો શહીદ થઇ ગયા છે. અને 12 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. યૂનિટ ઇંફાલથી જ્યારે ડોગરા રેજિમેન્ટના જવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની પર આ હુમલો કરાયો.

ગૂગલે મોદીને કહ્યું

ગૂગલે મોદીને કહ્યું "સોરી, ભૂલથી થઇ ગયું"

ગૂગલમાં ભારતના 10 ટોપ ક્રિમિનલ અંગે સર્ચ કરતા મોદીની ઇમેજ આવતા ગઇકાલે આ મામલે સોશ્યલ મીડિયા અને સમાચારપત્રોમાં ભારે વિવાદ સર્જાયો હતો. જે પર ગૂગલના સ્પોકપર્સને આજે સ્પષ્ટતા આપતા કહ્યું કે "ટેકનિકલ કારણોના કારણે આ ભૂલ થઇ છે જે માટે અમે દિલગીર છીએ"

ઉમા ભારતીએ તેના કાર્યકાળના લેખા જોખા રજૂ કર્યા

ઉમા ભારતીએ તેના કાર્યકાળના લેખા જોખા રજૂ કર્યા

દિલ્હીમાં કેન્દ્રિય જળ સંપત્તિ, નદી વિકાસ પ્રધાન ઉમા ભારતીએ આજે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજી એનડીએ સરકારમાં તેમના એક વર્ષના કાર્યકાળની માહિતી પત્રકારોને આપી.

ભારત અને અમેરિકા વચ્ચે થયા રક્ષા કરાર

ભારત અને અમેરિકા વચ્ચે થયા રક્ષા કરાર

અમેરીકી રક્ષા પ્રધાન એશ્ટોન કાર્ટર હાલ ભારતની મુલાકાતે છે. બુધવારે, કાર્ટર અને ભારતના રક્ષા પ્રધાન મનોહર પર્રિકર વચ્ચે રક્ષા માટે કેટલાક મહત્વના કરારો થયા. જે મુજબ બન્ને દેશો મળીને રક્ષા ઉપકરણોનું નિર્માણ કરશે. વધુમાં ટેકનોલોજી, સંયુક્ત અભ્યાસ અને મોટા પ્રમાણમાં ગુપ્ત માહિતીનું આદાન પ્રદાન મામલે પણ બન્ને દેશો સહકાર આપશે.

મેગી વિવાદ: કેન્દ્ર અને રાજ્ય વચ્ચે થશે બેઠક

મેગી વિવાદ: કેન્દ્ર અને રાજ્ય વચ્ચે થશે બેઠક

મેગી વિવાદ પર સાવધાનીના પગલે એક બાજુ કેરળ, દિલ્હી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ પ્રતિબંધ મૂક્યો છે. ત્યાંજ લશ્કરે પણ જવાનાને પણ મેગી ખાવાની ના પાડી દીધી છે. વધુમાં કેન્દ્રના સ્વાસ્થ વિભાગે તમામ રાજ્યોના ખાદ્ય અને ઐષધી નિયંત્રક આયુક્ત જોડે એક બેઠક બોલાઇ છે. જેમાં વિવિધ રાજ્યોના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે અને તે બાદ મેગી પર પ્રતિબંધ મૂકવો કેમ તે નક્કી કરવામાં આવશે.

મેગી બાદ નેસ્લેના બેબી મિલ્ક પાવડરમાં મળ્યા જીવતા લારવા

મેગી બાદ નેસ્લેના બેબી મિલ્ક પાવડરમાં મળ્યા જીવતા લારવા

એક બાજુ જ્યાં નેસ્લે મેગી વિવાદોથી જજૂમી રહ્યું છે ત્યાં જ હાલ તમિલનાડુમાં આ કંપનીના બેબી મિલ્ક પાવડરમાંથી 22 જીવડા અને 28 જીવતા લારવા મળી આવ્યા છે. NAN PRO 3 નામના આ મિલ્ક પાવડરને કોયમ્બતૂરના ટેક્સી ડ્રાઇવર કે. પ્રેમ અનંતે પોતાના બાળકો માટે ખરીદ્યું હતું. જો કે લારવા મળતા તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે.

કેજરી-જંગની લડાઇમાં અધિકારીઓની સેલેરી પસાઇ

કેજરી-જંગની લડાઇમાં અધિકારીઓની સેલેરી પસાઇ

દિલ્હીના મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે નવું તે છે કે કેન્દ્રે સ્પષ્ટ કહ્યું છે કે ACBમાં જે બીજા રાજ્યોના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તેની પર જો એલજીની મંજૂરી નહીં માંગવામાં આવે તો તેને ગેરકાનૂની માની આ અધિકારીઓની સેલેરી રોકવામાં આવશે. નોંધનીય છે કે દિલ્હીમાં અધિકારીઓને સેલેરી આપવાનો અધિકાર કેન્દ્ર અને ગૃહમંત્રાલય પાસે છે.

માંઝીને કેરી ખાતા રોકવા નિતીશે પોલિસ લગાઇ

બિહારમાં મુખ્યમંત્રી નિતીશ કુમાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી વચ્ચે રાજનિતી અને કાવાદાવા એ હદે વધી ગયા છે કે નિતિશ કુમાર હવે માંઝીને કેરી પણ ખાવા નથી દેતા. વાત એમ છે કે માંઝીએ હજી સુધી સીએમ નિવાસ ખાલી નથી કર્યો. આ નિવાસ સ્થળે વિશાળ બગીચો છે. જેમાં કેરી, ફણસના અનેક વૃક્ષ છે. હાલ નિતીશે આ વુક્ષોની રક્ષા કરવા માટે બે ડઝન હથિયારબંધ પોલિસકર્મીઓ લગાવ્યા છે. અને માંઝી કે તેના પરિવારને તેની આસપાસ ભટકવાની પણ મનાઇ છે.

પાકિસ્તાને મરચું લાગ્યું છે, તે પણ આંધ્રાવાળું તીખ્ખું

પાકિસ્તાને મરચું લાગ્યું છે, તે પણ આંધ્રાવાળું તીખ્ખું

પોતાના વન લાઇન માટે જાણીતા કેન્દ્રિય રક્ષા પ્રધાન મનોહર પર્રિકરે જ્યારે પત્રકારો દ્વારા પાકિસ્તાન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમના નિવેદનોથી પાકિસ્તાનને મરચું લાગી જાય છે તે પણ આંધ્રવાળું. નોંધનીય છે કે બુધવારે અમેરિકા જોડે રક્ષા કરાર કર્યા બાદ મિડિયા જોડે ચર્ચા કરતા પર્રિકરે આ નિવેદન આપ્યું હતું.

ઓડિસામાં વાયુ સેનાનું વિમાન દુર્ધટનાગ્રસ્ત

ઓડિસામાં વાયુ સેનાનું વિમાન દુર્ધટનાગ્રસ્ત

બુધવારે, ઓડિસાના બારીપદમાં વાયુ સેનાનું એક જેટ ટ્રેનર વિમાન એક ખેતરમાં દુર્ધટનાગ્રસ્ત થયું. જેમાં બે પાયલોટ ઇજાગ્રસ્ત થયા.

ભારતનું ગૌરવ બન્યા ઇન્દ્રજીત સિંહ

ભારતનું ગૌરવ બન્યા ઇન્દ્રજીત સિંહ

બુધવારે, ચીનના વુહાનમાં 21માં એશિયાઇ એન્થલેટિક ગોળો ફેંકવાની હરિફાઇમાં, ભારતના રમતવીર ઇન્દ્રજીત સિંહે સુવર્ણ પદક જીતને ભારતનું નામ રોશન કર્યું.

હુડ્ડા સરકારના સમયમાં અપાયેલી જમીન પર તપાસ શરૂ

હુડ્ડા સરકારના સમયમાં અપાયેલી જમીન પર તપાસ શરૂ

ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાની જમીન સોદા મામલે મનોહર સરકારે હુડ્ડા સરકારના શાસનકાળમાં થયેલા જમીન સોદાની ફાઇલોની તપાસ શરૂ કરી છે. જે જોતા આવનારા સમયમાં રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે.

જમ્મુમાં પોસ્ટર હટાવા મામલે પોલિસ પર હુમલો

જમ્મુમાં પોસ્ટર હટાવા મામલે પોલિસ પર હુમલો

બુધવારે, જમ્મુના ભિંડરાવાલેમાં ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠ નિમિત્તે લગાવેલા પોસ્ટરને પોલિસે હટાવાનો પ્રયાસ કર્યો ત્યારે આ મામલે ભડકેલા શીખ સમુદાય અને પોલિસ વચ્ચે જોરદાર હિંસક અથડામણ થઇ. આ ધટનામાં એક કોન્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો.

દેવગૌડા મળ્યા નરેન્દ્ર મોદીને

દેવગૌડા મળ્યા નરેન્દ્ર મોદીને

બુધવારે, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને મળ્યા.

વજુભાઇ વાળાએ કર્યો 2.3 કરોડનો ખર્ચ

વજુભાઇ વાળાએ કર્યો 2.3 કરોડનો ખર્ચ

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ તેમના રાજ્યપાલ તરીકેના શાસન કાળમાં રાજભવનમાં 2.3 કરોડનો જંગી ખર્ચો કર્યો. એક આરટીઆઇ દ્વારા પ્રાપ્ત થયેલી આ માહિતી બાદ વજુભાઇ પર વિવાદના વંટાળ ઉમટ્યા છે. નોંધનીય છે કે વજુભાઇ તેમની ઓફિસ, સત્તાવાર મુલાકાતો માટે વિમાન અને હેલિકોપ્ટની યાત્રા, નિવાસ સ્થાન પાછળ આ ખર્ચાઓ કર્યા છે.

કેન્દ્રએ પાક. ધ્વજનું સન્માન કરવું જોઇએ

કેન્દ્રએ પાક. ધ્વજનું સન્માન કરવું જોઇએ

બુધવારે, નેશનલ કોન્ફર્ન્સના અતિરિક્ત મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કાકા ડૉ. મુસ્તફા કમાલે પાકિસ્તાન ઝંડા મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાની ધ્વજના લહેરાવા પર આટલો વિવાદ કેમ? પાકિસ્તાન તો 1947થી જ કાશ્મીરીઓના જીવનનો એક હિસ્સો છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાની ધ્વજનું સન્માન કરવું જોઇએ.

રામ મંદિર નહીં બને તો લોકોનો ગુસ્સો જોઇ લેજો

રામ મંદિર નહીં બને તો લોકોનો ગુસ્સો જોઇ લેજો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય તેવા વિનય કટિયારે કેન્દ્ર સરકાર પર રામ મંદિર બનાવાનો દબાવ બનાવતા કહ્યું કે હજી સુધી કેન્દ્ર સરકાર રામ મંદિર બનાવવા માટે કેમ કંઇ નથી કરી રહી. વધુમાં તેમણે કહ્યું કે જો આમ કરવામાં સરકાર અસફળ રહી તો તેમને લોકોનો ગુસ્સો સહન કરવો પડશે.

દિલ્હીના ઓઇલ ટેન્કરમાં લાગી ભીષણ આગ

દિલ્હીના ઓઇલ ટેન્કરમાં લાગી ભીષણ આગ

બુધવારે, દિલ્હીમાં પંજાબી બાગ મેટ્રો સ્ટેશન નજીક આવેલા ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઓઇલ ટેન્કરમાં અચાનક લાગેલી આગ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું. જે બાદ ફાયરફાઇટરે કલાકો મથીને આ આગને કાબુમાં લીધી.

આ કોઇ મોલ નહીં મેટ્રો સ્ટેશન છે

આ કોઇ મોલ નહીં મેટ્રો સ્ટેશન છે

આ તસવીર છે દિલ્હીના આઇટીઓ મેટ્રો સ્ટેશનની. કોઇ મોલ જેવા લાગતા આ મેટ્રો સ્ટેશનું ઉદ્ધાટન ટૂંક સમયમાં થવાનું છે. જે પહેલા અહીં તડામાર તૈયારીઓ ચાલુ છે.

જયપુર મેટ્રો રેલનું ઉદ્ધાટન

જયપુર મેટ્રો રેલનું ઉદ્ધાટન

બુધવારે, જયપુરમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ જયપુરના પહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી.

સી.એન. અન્નાદુરાઇને અપાઇ શ્રદ્ધાજંલિ

સી.એન. અન્નાદુરાઇને અપાઇ શ્રદ્ધાજંલિ

બુધવારે, ચેન્નઇમાં ડીએમકેના પ્રમુખ એમ કરુણાનિધિએ પાર્ટીના ફાઉન્ડર સી.એન. અન્નાદુરાઇના 92માં જન્મદિવસ પર મરિના બીચ પર આવેલા તેમના સ્મારક પર જઇને તેમને પુષ્પાજંલિ અર્પી.

ગુડગાંવમાં પોલિસે એક ગેંગને જડપી

ગુડગાંવમાં પોલિસે એક ગેંગને જડપી

બુધવારે, ગુડગાંવ પોલિસે નવ લોકોની ધરપકડ કરી. આ લોકો પર ફેક કોલ દ્વારા લોકોના ડેબિટ કાર્ટની નાણાં ઉઠાતંરી કરવાનો આરોપ છે. જે પર પોલિસે વધુ તપાસ આદરી છે.

આસામમાં રેલ રોકીને કર્યું વિરોધ પ્રદર્શન

આસામમાં રેલ રોકીને કર્યું વિરોધ પ્રદર્શન

આસામના ચિરાગમાં આસામ કોચ રાજબોંન્ગસી વિદ્યાર્થી કાર્યકર્તાઓએ રેલ રોકી અલગ કમાતપુરા રાજ્ય અને અન્ય માંગો સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

મુંબઇમાં

મુંબઇમાં "વઝીર"નું ટેલર લોન્ચ

બુધવારે, મુંબઇમાં નિર્માતા વિંદુ વિનોદ ચોપરા અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સ્ટાર્ર ફિલ્મ વઝીરનું ટેલર લોન્ચ કરવામાં આવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X