News In Pics: 4 માર્ચના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ઉત્તર પ્રદેશના સાંસદો સાથે બેઠક

ઉત્તર પ્રદેશના સાંસદો સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને અમિતા શાહે ઉત્તર પ્રદેશના સાંસદો સાથે બેઠક કરી હતી.

બોધગયામાં હોળી

બોધગયામાં હોળી

બોધગયામાં બુદ્ધિસ્ટ બાળકોએ હોળીની ઉજવણી કરી હતી.

જયપુરમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

જયપુરમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

જયપુરમાં યૂથ કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો જમીન સંપાદન ખરડાના વિરોધ કરી રહ્યા હતા તેમની પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

મથુરામાં હોળી

મથુરામાં હોળી

વૃંદાવનમાં વિધવા સ્ત્રીઓએ કલરથી ધૂળેટી રમી હતી.

હોળીની બજાર પર અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મર્ચેન્ડાઇઝની માર્કેટ પર અસર.

રવિશંકરને મળ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા શ્રી શ્રી રવિશંકર.

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

રાજ્યસભામાં જાવેદ અખ્તરે અવાજ ઉઠાવ્યો હતો.

જયા બચ્ચન થઇ ગયા ગુસ્સે

જયા બચ્ચન થઇ ગયા ગુસ્સે

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં નિર્ભયાના ઇંટરવ્યૂ મામલે ક્રોધીત થઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે અપરાધીઓને અમારા હવાલે કરી દો અમે તેમને સજા આપીશું.

આપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક

આપ સમર્થકો રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકના કારણે એકત્રિત થયા હતા.

જે હશે તે આજે આવી જશે.

યોગેન્દ્ર યાદવે આજે જણાવ્યું કે આજે મોટો દિવસ છે અને સાંજ સુધી આપને ખબર પડી જશે.

હોલી કે દિન દિલ મીલ જાતે હે...

હેમા માલિનીએ સંસદ પ્રાંગણમાં હોળીની ઉજવણી કરી હતી.

આવું ઇંટરવ્યૂ શરમજનક છે

નિર્ભયા ડોંક્યૂમેંટરી પર શોભા ઓઝાએ જણાવ્યું કે આવું ઇંટરવ્યૂ શરમજનક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X