For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોથા માળ પરથી નીચે પટકાયા બાદ પણ કંઈ ન થયું આ 4 માસના માસૂમને

ચોથા માળ પરથી નીચે પટકાયા બાદ પણ કંઈ ન થયું આ 4 માસના માસૂમને

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ચોથા માળ પરથી નીચે પટકાયા બાદ માણસના કેવા હાલ થાય? વિચારીને જ ધ્રુજારી છૂટી જાય, પણ મુંબઈમાં બનેલી એક ઘટના ચમત્કારથી ઓછી નથી જ્યાં ગોવંડીમાં ગુરુવારે સવારે એક ઘટના સર્જાઈ જ્યારે 4 માસનું બાળક ચોથા માળ પરથી નીચે પટકાયું હતું. જો કે બાળક ચોથા માળ પરથી નીચે પટકાયું હોવા બાદ પણ એકદમ સલામત છે. અથર્વ બરકાડે ઉર્ફ શ્રી નામનું 4 માસનું બાળક પોતાના માતા-પિતા, દાદા-દાદી અને બહેન સાથે આ બિલ્ડિંગમાં જ રહે છે.

રમતી વખતે ચોથા માળેથી પટકાયું

રમતી વખતે ચોથા માળેથી પટકાયું

અથર્વની દાદીએ બહાર સુકાઈ રહેલ કપડાં ઉતારવા માટે લિવિંગ રૂમની બારી ખોલી મૂકી હતી. બાજુમાં રમી રહેલ શ્રી બારી પર જઈને ચઢી બેઠો અને અચાનક જ તે બહારની બાજુ સરકી ગયો. શ્રીના પિતા અને પરિવાર તુરંત દોડીને નીચે પહોંચ્યા તો જોયું કે શ્રી જમીનથી થોડે ઉપર લટકી રહ્યો હતો.

આવી રીતે બચ્યો જીવ

આવી રીતે બચ્યો જીવ

ઉલ્લેખનીય છે કે ચોથા માળ પરથી પડતાં જ બાળક નીચે રહેલ ઝાડની ડાળી પર જઈને અટકાઈ ગયું હતું. જ્યાંથી ધીરે-ધીરે સરકી તે જમીન સુધી પહોંચી ગયું હતું અને જે ડાળી પર શ્રી પડ્યો તે ડાળી પણ જમીન તરફ નમી ગઈ હતી. શ્રીને સામાન્ય ઈજા થઈ હતી. સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શશિકાંતે માનેનું કહેવું છે કે બાળક આઈસીયૂમાં છે અને સ્થિતિ હવે સારી છે. ગોપી કૃષ્ણ બલ્ડિંગ તૈયાર થયા બાદ હાલમાં જ લોકોએ ત્યાં રહેવાનું શરૂ કર્યું છે. એવામાં કેટલાય ઘરોમાં હજુ પણ ગ્રિલ નથી લગાવાઈ. શ્રીની ચાચીએ કહ્યું કે વૃક્ષોની માટી અને ખાતરનો અમારો વ્યવસાય છે અને આજે એક વૃક્ષે જ અમારા શ્રીનો જીવ બચાવી લીધો છે.

પહેલા પણ બની ગઈ આવી ઘટના

પહેલા પણ બની ગઈ આવી ઘટના

કેટલાક સમય પહેલા મહારાષ્ટ્રના યવતમાલમાં પતંગની પાછળ ભાગી રહેલ એક બાળક પાંચમા માળેથી નીચે પડી ગયું હતું પરંતુ નીચે ઉભેલ તેના દોસ્તની મદદથી તેનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ બાળક નીચે પટકાયું ત્યારે નીચે ઉભેલ તેનો એક દોસ્ત નમીને કંઈક વસ્તુ ઉપાડી રહ્યો હતો એટલામાં તે પોતાના મિત્રની પીઠ પર જઈને પડ્યો. જેથી તેને સામાન્ય ઈજા થઈ હતી પણ તેનો જીવ બચી ગયો.

ઓરિસ્સામાં પાબુક ચક્રવાતનો ખતરો, 7 જિલ્લામાં અલર્ટ જાહેર ઓરિસ્સામાં પાબુક ચક્રવાતનો ખતરો, 7 જિલ્લામાં અલર્ટ જાહેર

English summary
4 month old baby fell from window, survived because of tree
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X