યોગી હૈ તો મુમકીન હૈ…એક જ ટોયલેટમાં લગાવી દીધી 4 ટોયલેટ સીટ, જાણો શું છે પુરી ઘટના?
ઉત્તર પ્રદેશની સરકાર પહેલેથી જ તેના વિચિત્ર અને વિવાદાસ્પદ કામો માટે જાણીતી છે. હવે આ સરકારનો એક એવો કાંડ સામે આવ્યો છે કે તે જોઈને તમને નક્કી નહીં કરી શકો કે હસવુ કે સિરિયસ રહેવુ.
હાલમાં જ અમેઠીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક જ ટોયલેટમાં ચાર ટોયલેટ સીટ લગાવી દેવામાં આવી છે. હવે આને ભુલ કહેવી કે નવા જમાનાનું શેરીંગ ટોયલેટ કહેવુ તેને લઈને લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે.

જો કો આ તો થઈ હળવી વાત પરંતુ આ અજીબોગરીબ કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ વીડિયો જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે એન્જીનિયરે એવુ તો શું વિચાર્યુ હશે કે તેને આવી રીતે પ્રાયવર્સીનો વિચાર કર્યા વગર જ ટોયલેટ સીટ લગાવી દીધી.
આ પુરી વિવાદાસ્પદ ઘટના અમેઠીના જગદીશપુર ડેવલપમેન્ટ બ્લોકના કટેહટી ગામની છે. અહીં 4 વર્ષ પહેલા અહીં સામુદાયિક શૌચાલય બનાવવામાં આવ્યું હતું. તેના નિર્માણમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. જો કે સામુદાયિક શૌચાલયમાં પાર્ટીશન વિના એક શૌચાલયમાં 4 ટોયલેટ લગાવી દેવામાં આવી.
અહીં તમને સવાલ થતો હશે કે ઘણા લોકો એક સાથે એક રૂમમાં શૌચ કરવા જાય તો તેમની પ્રાઈવસી શું? આ સામુદાયિક શૌચાલય ચર્ચાનો વિષય બન્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે ઘટનાસ્થળે જઈને ટોઈલેટનું નિરીક્ષણ કર્યું અને તેન દંડ ફટકાર્યો છે.
અહીં સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, આ શૌચાલય 4 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને આ શૌચાલયમાં પ્રવેશવાનો કોઈ રસ્તો નથી. આજે જ્યારે આ શૌચાલયનો મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે અહીંના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે તપાસ કરી.
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે કહ્યું કેસ , આ રીતે દરેક જગ્યાએ શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ શૌચાલયમાં ચોક્કસપણે અરાજકતા છે કારણ કે અહીં વીજળી અને પાણીની સમસ્યા છે. જેને વિભાગીય અધિકારીઓએ દૂર કરવી જોઈએ.
બીજી તરફ જિલ્લા પંચાયત રાજ અધિકારીએ સમગ્ર મુદ્દે બોલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે શૌચાલયની તપાસ બાદ જ કંઈક કહી શકાય.












Click it and Unblock the Notifications
