For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

400 રોહિંગ્યાઓએ પશ્ચિમ બંગાળથી ભાગીને હરિયાણા અને કાશ્મીરમાં લીધી શરણ

પશ્ચિમ બંગાળના 24 પરગણા કેમ્પમાં રહેતા લગભગ 400 રોહિંગ્યા પરિવારોએ દેશનિકાલના ડરથી હરિયાણા અને કાશ્મીરમાં શરણ લીધી છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના 24 પરગણા કેમ્પમાં રહેતા લગભગ 400 રોહિંગ્યા પરિવારોએ દેશનિકાલના ડરથી હરિયાણા અને કાશ્મીરમાં શરણ લીધી છે. પશ્ચિમ બંગાળના આ એકમાત્ર રોહિંગ્યા કેમ્પમાં હવે માત્ર 3 પરિવાર બચ્યા છે. આ મહિને 1 ઓક્ટોબરે ગૃહમંત્રી રાજનાથી સિંહે રોહિંગ્યા મુસલમાનોની ઓળખ કરવા માટે રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો જેથી કૂટનીતિથી મ્યાનમાર સાથે વાત કરીને તેમને પાછા તેમની જગ્યાએ પહોંચાડી શકાય. હાલમાં જ અસમમાં સાત રોહિંગ્યા અપ્રવાસીઓને મ્યાનમાર પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતના અલગ અલગ હિસ્સામાં રહેતા રોહિંગ્યાઓમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચોઃ મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધીઆ પણ વાંચોઃ મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી

રોહિંગ્યાઓમાં મ્યાનમાર જવાનો ભય

રોહિંગ્યાઓમાં મ્યાનમાર જવાનો ભય

ન્યૂઝ 18 ના સમાચાર અનુસાર, દેશ બચાવો બેટી બચાવો સમિતિના અધ્યક્ષ હોસેન ગાઝીએ કહ્યુ, ‘આ ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે કે પોલિસના અત્યાચાર અને કેન્દ્ર સરકાર દ્વારા દેશનિકાલના પગલાં બાદ મોટાભાગના રોહિંગ્યા મુસલમાન હરિયાણા અને કાશ્મીર ભાગી ગયા છે. તેમાંથી કોઈ પણ મ્યાનમાર પાછુ જવા નથી ઈચ્છતા કારણકે તેમને ખબર છે કે તે લોકો ક્રૂરતાથી મારી નાખશે.' આ મહિને અસમ સરકારે પોતાના રાજ્યમાં રહેતા સાત રોહિંગ્યાઓને પાછા મોકલી દીધા હતા. ત્યારબાદ દેશના અલગ અલગ હિસ્સાઓમાં શરણ લઈને બેસેલા રોહિંગ્યાઓમાં ભયનો માહોલ છે.

કેમ્પમાં હવે માત્ર ત્રણ રોહિંગ્યા પરિવાર

કેમ્પમાં હવે માત્ર ત્રણ રોહિંગ્યા પરિવાર

હોસેન ગાઝી અનુસાર, ‘થોડા મહિના પહેલા દક્ષિણ 24 પરગણામાં અમારા શિબિરમાં લગભગ 400 રોહિંગ્યા રહેતા હતા પરંતુ હવે માત્ર 3 રોહિંગ્યા મુસ્લિમ પરિવાર (12 સભ્ય શામેલ) બચ્યા છે. તે વહેલામાં વહેલી તકે અન્ય રાજ્ય અને પલાયનની યોજના બનાવી રહ્યા છે. અમે તેમને બંગાળ નહિ છોડવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યા છે કારણકે તે અહીં સુરક્ષિત છે અને અમે કાયદાકીય રીતે તેમના માટે લડીશુ. મ્યાનમારમાં સ્થિતિ સૌથી ખરાબ છે અને બંગાળમાં રહેતા રોહિંગ્યા ધમકી આપી રહ્યા છે કે જો તેમને મ્યાનમાર મોકલવામાં આવ્યા તો તેઓ આત્મહત્યા કરી લેશે.'

સુરક્ષા કારણોસર રોહિંગ્યાઓને પાછા મોકલવા ઈચ્છે છે સરકાર

સુરક્ષા કારણોસર રોહિંગ્યાઓને પાછા મોકલવા ઈચ્છે છે સરકાર

ભારતના અલગ અલગ હિસ્સાઓમાં રહેતા રોહિંગ્યાઓને કેન્દ્ર સરકાર સુરક્ષા કારણોનો હવાલો આપીને તેમને પાછા મ્યાનમાર મોકલવા માંગે છે. વળી, માનવાધિકાર સંગઠનોએ માંગ કરી છે કે સરકારને તેમના કલ્યાણ માટે વિસ્તૃત યોજનાઓ તૈયાર કરવી જોઈએ કારણકે જબરદસ્તી તેમને મ્યાનમાર મોકલવા મોતને ધકેલવા બરાબર હશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રોહિંગ્યાના સમર્થનમાં આવીને કેન્દ્ર સરકાર પર દેશનિકાલના નામે શોષણનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મ્યાનમારના રક્ખાઈન પ્રાંતમાંથી ત્યાંના પોલિસ અને સેનાના અત્યાચાર બાદ 7 લાખ રોહિંગ્યાને ભાગીને બાંગ્લાદેશમાં શરણ લેવી પડી. મ્યાનમારથી ભાગેલા રોહિંગ્યા મુસલમાનોને પાછા મોકલવા માટે બાંગ્લાદેશે ઘણા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવી ચૂક્યુ છે. વળી યુએને પણ રોહિંગ્યાઓને પાછા વસાવવા માટે મ્યાનમારને ઘણી વાર આગ્રહ કર્યો છે.

આ પણ વાંચોઃ મહિલા પત્રકાર સામે એમ જે અકબરે ઉતારી 97 વકીલોની ફોજઆ પણ વાંચોઃ મહિલા પત્રકાર સામે એમ જે અકબરે ઉતારી 97 વકીલોની ફોજ

English summary
400 Rohingya families flee to Kashmir and Haryana from West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X