મોદી V/S રાહુલ: 43% લોકો ઇચ્છે છે કે મોદી વડાપ્રધાન બને
નવી દિલ્હી, 7 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે 43 ટકા ભારતીયોની પહેલી પસંદગી બન્યા છે. તો એક માર્કેટ રિસર્ચ એજન્સી દ્રારા કરાવવામાં આવેલા આ સર્વેક્ષણમાં રાહુલ ગાંધીને બીજું સ્થાન મળ્યું છે.
ઇપ્સોસ દ્રારા કરવવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર નરેન્દ્ર મોદીની ઉમેદવારીને મહિલાઓની તુલનામાં પુરૂષોએ વધુ સમર્થન આપ્યું હતું. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીને લખનઉ, બેંગ્લોર અને ચેન્નઇના લોકોનું ગાઢ સમર્થન મળ્યું હતું જ્યારે કલકત્તા, દિલ્હી અને મુંબઇમાં તેમના વિરૂદ્ધ ભાવનાઓ પ્રબળ હતી.

રાહુલ ગાંધીને પુરૂષોની તુલનામાં મહિલાઓનું વધુ સમર્થન મળ્યું હતું. તેમને બેંગ્લોરમાં વધુ સમર્થન મળ્યું હતું જ્યારે કલકત્તા, લખનઉ, મુંબઇ અને દિલ્હીમાં તેમને લોકોનું વધુ સમર્થન મળ્યું ન હતું.












Click it and Unblock the Notifications
